
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજથી એડિલેડના મેદાન પર શરૂ (IND vs AUS 2nd Test) થઈ ગઈ છે. પિંક બોલથી રમાઈ રહેલી ડે નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સફેદ કપડા પહેરીને ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવી ત્યારે દરેક ખેલાડીના હાથ પર કાળી પટ્ટી બાંધેલી દેખાઈ હતી, જેની પાછળ એક ખાસ કારણ છે.
ખેલાડીઓએ દિવંગત ઓસ્ટ્રેલિયન ખેલાડી ફિલ હ્યુજીસની યાદમાં કાળી પટ્ટી બંધી હતી. દસ વર્ષ પહેલા શેફિલ્ડ શીલ્ડ મેચમાં ફિલ હ્યુજીસને બેટિંગ દરમિયાન માથા પર બાઉન્સર બોલ વાગ્યો હતો, જેના કારણે તે મેદાન પર જ ઢળી પડ્યો હતો, ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
Also read: IND vs AUS 2nd Test: ટીમ ઈન્ડિયાનો ફરી ધબડકો થશે! ટી સુધીમાં માત્ર આટલા રન પર 4 વિકટ
ફિલ હ્યુજીસના મૃત્યુથી સમગ્ર ક્રિકેટ જગત શોક છવાઈ ગયો હતો. હ્યુજીસના મૃત્યુને 10 વર્ષ થઈ ગયા છે, ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા તેની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ હ્યુજીસની યાદમાં અને તેના સન્માનમાં ભારત સામે એડિલેડ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદા પર આવ્યા હતાં. હ્યુજીસે ઓસ્ટ્રેલિયન ટીમ માટે 26 ટેસ્ટ મેચ રમી હતી.
એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમની સારી શરૂઆત:
ઓસ્ટ્રેલિયન ટીમે એડિલેડ ટેસ્ટ મેચમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમ 180 રનમાં ઓલ આઉટ થઇ ગઈ. ઓસ્ટ્રેલીયા તરફથી મેચેલ સ્ટાર્કે 6 વિકેટ ઝડપી હતી.