Virat Kohli and Anushka Sharmaના પુત્ર Akaayને લઈને Astrologerએ કરી આવી ભવિષ્યવાણી…
Indian Cricket Team’s Ex Captain Virat Kohli 15th Februaryના બીજી વખત પિતા બન્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લંડનમાં 15મી ફેબ્રુઆરીના દિવસે પુત્રરત્નને જન્મ આપ્યો હોવાની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ પોતાના દીકરાનું નામ Akaay રાખ્યું હતું. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની આ પોસ્ટ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. ફેન્સ અને સેલેબ્સ કપલને શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે 2017માં લગ્ન કર્યા હતા. બંનેએ 2021માં પુત્રીને જન્મ આપ્યો હતો. વિરાટ અને અનુષ્કાની દીકરીનું નામ વામિકા છે અને હવે કપલે પુત્રને જન્મ આપીને બીજી વખત માતા પિતા બન્યા છે. જ્યોતિષાચાર્ય અકાય નામની કુંડળી વિશે શું કહી રહ્યા છે એ જાણીએ..
મુંબઈના જ એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતના પ્રખ્યાત બેટ્સમેન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ 15મી ફેબ્રુઆરીના બીજા બાળકને જન્મ આપ્યો છે અને તેમણે તેમના દીકરાનું નામ અકાય રાખ્યું છે.
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, અકાય શબ્દનો અર્થ નિરાકાર થાય છે અને એવું પણ કહેવાય છે કે અકાય શબ્દનો સીધેસીધો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. એટલું જ નહીં, ફૂલ મુન એટલે કે પૂર્ણિમાને અકાય તરીકે ઓળખવામાં આવે છે.
જ્યોતિષીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે અકાય શબ્દ મેષ રાશિ હેઠળ આવે છે અને મેષ રાશિનો સ્વામી પણ મેષ છે. અકાય શબ્દ શૌર્ય અને પરાક્રમમાં વૃદ્ધિ કરે છે. યથે નામ અને યથે ગુણની અસર પણ જીવનમાં જોવા મળશે. અકાય પણ પોતાના નામ પ્રમાણે પોતાના ગુણ સાબિત કરશે, માતા પિતાનું નામ રોશન કરશે.