આસામે હૉકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બિહારને 2-1થી હરાવ્યું

પંચકૂલા: આસામે 15મી હૉકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ડિવિઝન-બી મેચમાં અહીંના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં બિહારને 2-1થી હરાવ્યું હતું.
પ્રથમ ક્વાર્ટરમાં ભારે સંઘર્ષ બાદ આસામના કેપ્ટન મુનમુની દાસે (29મી મિનિટે) પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. ખુશ્બુ પ્રજાપતિ (59મી મિનિટ)એ પણ સેટ પીસને ગોલમાં ફેરવીને ટીમની લીડ બમણી કરી હતી. બિહાર તરફથી 60મી મિનિટે નુસરત ખાતુને ગોલ કર્યો હતો.
આ પણ વાંચો: ભારતની મહિલા હૉકી ટીમે કર્યું મોટું કામઃ જુઓ, શૂટઆઉટમાં કઈ ટીમને હરાવી…
ડિવિઝન-સી મેચમાં આંધ્ર પ્રદેશે જમ્મુ-કાશ્મીર સામે 4-2થી જીત મેળવી હતી. આ મેચમાં રેવતી થલારી (ત્રીજી, 17મી), હરથી લોમાડા (36મી) અને મદુગુલા ભવાની (45મી)એ આંધ્ર પ્રદેશ માટે જ્યારે જમ્મુ અને કાશ્મીર માટે રજની (10મી) અને અંજુ કુમારીએ (57મી)એ ગોલ કર્યા હતા.
આ જ ડિવિઝનની પુલ- બી મેચમાં પુડુચેરીએ અરુણાચલ સામે 6-1થી શાનદાર જીત નોંધાવી હતી.