એશિયન ગેમ્સમાં શુભારંભઃ ફૂટબોલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
હોગઝુઉઃ ભારતીય ફૂટબોલની ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલની ટીમને સૌથી પહેલી જીત મળી છે. આ અગાઉ ચીન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવાની નોબત આવી હતી, પરંતુ પડોશી દેશ બાંગ્લાદેશ સામે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજય મળ્યો છે.
બાંગ્લાદેશ સામે છેલ્લી મિનિટોમાં ભારતીય ટીમના સુકાની સુનીલ છેત્રીએ ગોલ કર્યો હતો. છેલ્લી મિનિટમાં ગોલ કરવાને કારણે ભારતની જીત થઈ હતી. મેચમાં ફક્ત છેત્રીએ 85મી મિનિટે ગોલ કર્યો હતો. ભારત સામે હારવાની સાથે બાંગ્લાદેશે મ્યાંમારની સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને ટીમના ખેલાડીઓએ શરુઆતમાં ગોલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ સફળતા મળી નહોતી. ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓને વચ્ચે પહેલા હાફમાં કોઈ ગોલ કરી શક્યા નહોતા, પરંતુ ભારતીય ટીમે બીજા હાફમાં ગોલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું.
એશિયન ગેમ્સની પહેલી મેચમાં ભારતીય ફૂટબોલ ટીમને યજમાન ચીનના પડકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ રીતે બાંગ્લાદેશી ટીમ તેની પ્રથમ મેચમાં મ્યાનમાર સામે મેદાનમાં ઉતરી હતી, પરંતુ અંતે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મેચ ગોલ વિના ડ્રો તરફ આગળ વધી રહી છે, પરંતુ મેચની 85મી મિનિટે સુનિલ છેત્રીએ ગોલ કરીને ભારતીય ટીમને આગળ કરી દીધી હતી. સુનિલ છેત્રીએ પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતે એશિયન ગેમ્સમાં સૌથી મોટી આગેકૂચ કરી હતી.