ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Asian games 2023: ભારતને નામે પહેલો ગોલ્ડ: 10 મીટર એર રાયફલમાં તોડ્યો ચીનનો રેકોર્ડ

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજા દિવસે એટલે કે સોમવારે ભારતની દમદાર શરુઆત રહી છે. ભારતને આ વખતે પહેલો ગોલ્ડ રાઇફલ શુટિંગમાં મળ્યો છે. એશ્વર્ય પ્રતાપસિંહ તોમર, રુદ્રંકેશ પાટીલ અને દિવ્યાંશ સિંહની ત્રિપુટીએ ભારને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતે અત્યાર સુધી 7 મેડલ જીત્યા છે. પહેલાં દિવસે ભારતના ફાળે 5 મેડલ હતાં. ભારતે બીજા દિવસે ગોલ્ડ બાદ બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.

ભારત તરફથી મેન્સ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ત્રણ ખેલાડિયઓએ ભાગ લીધો છે. જેમાં દિવ્યાંશ, એશ્વર્ય પ્રતાપ અને રુદ્રંકેશે શરુઆતથી જ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ ત્રણે એ ત્રીજી અને ચોથી સીરીઝમાં લીડ બનાવી રાખી હતી. ચોથી સીરીઝમાં દિવ્યાંશ 104.07, રુદ્રંકેશ 105.05 અને એશ્વર્ય પ્રતાપે 105.07થી ચોથી સીરીઝમાં લીડ બનાવી હતી. તેમણે પાંચમી અને છઠ્ઠી સીરીઝમાં પણ આ લીડ બનાવી રાખી હતી. ખાસ વાત તો એ છે કે ભારતના રાઇફલ શુટર્સે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.


ભારતે મેન્સ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ભારતે 1893.7 પોઇન્ટ્સ સાથે ચીનને પાછળ છોડી દીધો છે. ચીનેના 1893.3 પોઇન્ટ્સ હતાં. હાલની પરિસ્થિતીને જોઇએ તો ભારત 1893.7 પોઇન્ટ સાથે ટોપ પર છે. 1890.1 પોઇન્ટ સાથે કોરિયા બીજા નંબરે જ્યારે 1888.2 પોઇન્ટ સાથે ચીન ત્રીજા નંબર પર છે.


અત્રે ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધી 7 મેડલ પોતાને નામે કર્યા છે. રાઇફલ શુટિંગની સાથે સાથે રોઇંગમાં પણ મેડલ જીત્યો છે. મેહુલ ઘોષ, આશી ચૌકસે અને રમિતા જિંદલે એર રાઇફલ ટીમ ઇવેન્ટમા સિલ્વર મેડલ જીત્યો છે. રોઇંગમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર મેડલો જીત્યો છે. મેન્સ કોક્સલેસ ડબલ્સ ઇવેન્ટમાં બાબૂ લાલ અને લેક

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button