ઇન્ટરનેશનલસ્પોર્ટસ

એશિયન ગેમ્સ 2023: પ્રથમ મેચમાં ભાવુક થયો ભારતીય ખેલાડી

રાષ્ટ્રગીત દરમિયાન રડવા લાગ્યો

હાંગઝોઉઃ કોઇ પણ ખેલાડી માટે પોતાના દેશ માટે રમવું એ કોઇ સિદ્ધિથી ઓછું નથી. તેથી જ જ્યારે કોઈ ખેલાડીના જીવનમાં આવી તક આવે છે ત્યારે તે ભાવુક થઈ જાય તે સ્વાભાવિક છે. આવું જ કંઈક એશિયન ગેમ્સ 2023 દરમિયાન ભારત માટે રમતી વખતે જોવા મળ્યું હતું. ભારતીય ક્રિકેટર સ્પિનર ​​સાઈ કિશોર નેપાળ સામેની મેચમાં ડેબ્યુ કરી રહ્યો છે. જ્યારે તેણે ભારતીય જર્સી પહેરી, ત્યારે સાઈ કિશોર ભાવુક થઈ ગયો હતો અને મેચ પહેલા રાષ્ટ્રગીત દરમિયાન તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

એશિયન ગેમ્સ 2023માં ભારત અને નેપાળ વચ્ચે ક્રિકેટ મેચ (ક્વાર્ટર ફાઈનલ) રમાઈ રહી છે. ભારતનો સ્પિનર ​​સાઈ કિશોર આ મેચ દ્વારા ડેબ્યૂ કરી રહ્યો છે. મેચ પહેલા રાષ્ટ્રગીત વાગતા જ તેની આંખોમાંથી આંસુ આવી ગયા અને તે ખૂબ જ ભાવુક થઈ ગયો. સાઈ કિશોરની ઈમોશનલ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતની આજની મેચમાં નેપાળ સામે ટક્કર હતી. ભારતીય ટીમ માટે બે યુવા ખેલાડીઓએ ટી20માં ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં, હોંશિયાર લેફ્ટ આર્મ સ્પિનર ​​આર સાઈ કિશોર અને યુવા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને T20 ડેબ્યૂ કરવાની તક મળી હતી. મેચની શરૂઆત પહેલા, જ્યારે બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાન પર પહોંચી, ત્યારે આર સાઈ કિશોર ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભારતે રેન્કિંગના આધારે સીધા જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં ભારતે 23 રને જીત નોંધાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button