Asian games 2023: ભારતે મેળવ્યો ચોથો ગોલ્ડ: સરબજોત, અર્જુન અને શિવાની ત્રિપુટીએ શુટિંગમાં કરી કમાલ
હોંગઝોઉ: એશિયન ગેમ્સ 2023 ભારતને ચોથો ગોલ્ડ મળ્યો છે. ભારતે ગુરુવારે એશિયન ગેમ્સના પાંચમાં દિવસની શરુઆત ગોલ્ડથી કરી છે. ભારતની મેન્સ ટીમે 10 મીટર એર પીસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો છે. ઉપરાંત બે શુટરે વ્યક્તિગત રીતે ફાઇનલ્સમાં પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી સરબજોત સિંગ, અર્જુન સિંગ ચીમા અને શિવા નરવાલે ફાઇનલ્સમાં ચીનને હરાવી ગોલ્ડ મેળવ્યો હતો.
એલીજીબ્લીટી રાઉન્ડમાં સરબજોતે 580, ચીમાએ 578 અને નરવાલે 576 પોઇન્ટ મેળવ્યા હતાં. શુટીંગમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે. અગાઉ ભારતે 10 મીટર એર રાઇફલ અને મહિલાઓની 25 મીટરની ટીમ પિસ્તોલ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેળવ્યા હતાં. એવીજીબ્લીટી રાઉન્ડમાં સરબજોતે 97,96,97,97 અને 96 પોઇન્ટ મેળવ્યા હતાં. જ્યારે ચીમાએ 97,96,97,97,96 અને નરવાલે 92, 96, 97, 99, 97 અને 95 પોઇન્ટ મેળવ્યા હતાં.
જોકે આ અગાઉ ભારતીય વુશૂ ખિલાડી રોશિબિના દેવી ઇતિહાસ રચતા ચૂકી ગઇ છે. આ સ્પર્ધામાં રોશિબિનાને ગોલ્ડ જીતવાની તક હતી. જોકે ફાઇનલ્સમાં તે હારી ગઇ હતી. ચીનની સ્પર્ધકે મહિલાઓની 60 કિલોની કેટેગરીમાં રોશોબિના દેવીને હરાવી ગોલ્ડ જીત્યો હતો. જો રોશોબિના આ સ્પર્ધા જીતી હોત તો ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો હતો અને રોશોબિનાએ ઇતિહાસ રચ્યો હોત. એશિયન ગેમ્સમાં ભારત વુશૂ ગેમ્સમાં ક્યારેય ગોલ્ડ મેળવી શક્યું નથી. જોરે રોશોબિનાએ આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.