સ્પોર્ટસ

અશ્વિને જ્યારે ઇન્ડોર નેટમાં સપોર્ટ સ્ટાફના દરેક પાસે બોલિંગ કરાવી…

નવી દિલ્હીઃ સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને બુધવારે બ્રિસ્બેનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી કહ્યું કે તે ક્લબ ક્રિકેટ એટલે કે આઇપીએલ જેવી લીગ ટૂર્નામેન્ટોમાં રમતો રહેશે. એક બાજુ તેણે નિવૃત્તિ જાહેર કરી અને બીજી બાજુ તેણે ઇન્ડોર નેટમાં બોલિંગની પ્રૅક્ટિસ કરી હતી જેમાં તેણે સપોર્ટ સ્ટાફને બોલિંગની બાબતમાં થોડા પાઠ શીખવ્યા હતા. તેણે સ્ટાફના પ્રત્યેક મેમ્બર પાસે બોલિંગ કરાવી હતી અને મજાકમસ્તીના એ માહોલમાં ખૂબ હસ્યો હતો.

આ પણ વાંચો: IND VS NZ: રવિચંદ્રન અશ્વિને શાનદાર કેચ ઝડપ્યો, જુઓ એગ્રેસિવ અંદાજનો વીડિયો

દોઢ દાયકાની કરીઅર દરમ્યાન ભારત વતી રમેલી મૅચોમાં સાથીઓ સાથે ખૂબ મોજ માણી એવું 38 વર્ષીય અશ્વિને કહ્યું હતું.
બીસીસીઆઇએ ગુરુવારે સપોર્ટ સ્ટાફ સાથેની અશ્વિનની અમૂલ્ય પળોને લગતો વીડિયો એક્સ' પર શૅર કર્યો હતો. અશ્વિન જેમની સાથે ઇન્ડોર નેટમાં હતો એમાં ફીલ્ડિંગ કોચ ટી. દિલીપ, ટ્રેઇનર સોહમ દેસાઈ, વિશ્લેષક હરિપ્રસાદ મોહન અને મસાજર અરુણ કાનડેનો સમાવેશ હતો. અશ્વિને બુધવારે જ નિવૃત્તિ વખતે કહ્યું હતું કેમારામાં ક્રિકેટ રમવાની થોડી ક્ષમતા બાકી રહી છે એ હું ક્લબ ક્રિકેટ (આઇપીએલ)માં રમવામાં ઉપયોગમાં લઈશ. બાકી, મેં દોઢ વર્ષની કરીઅરમાં ખૂબ મોજ કરી અને ઘણી યાદગાર પળો માણી.’

અશ્વિનને ચેન્નઈ સુપર કિંગ્સે 2025ની આઇપીએલ-સીઝન માટે 9.75 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.
ક્રિકેટની રમતમાં ટેસ્ટ-ક્રિકેટ સૌથી મહત્ત્વનું ફૉર્મેટ કહેવાય અને એમાં અશ્વિને 13 વર્ષની કારકિર્દી દરમ્યાન કુલ 537 વિકેટ લીધી હતી. ભારતીય બોલર્સમાં તે અનિલ કુંબલે (619 વિકેટ) પછી બીજા ક્રમે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button