સ્પોર્ટસ

દરેકનો સમય આવતો હોય, આજે મારો આવી ગયોઃ અશ્વિન…

સ્પિન-લેજન્ડ ક્રિકેટ રમવાની બાકી રહેલી ક્ષમતાનો ઉપયોગ આઇપીએલમાં કરશે

બ્રિસ્બેનઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બુધવારે તાત્કાલિક રીતે લાગુ પડે એ રીતે નિવૃત્તિ જાહેર કરીને સમગ્ર ક્રિકેટજગતને ચોંકાવી દેનાર મહાન ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બ્રિસ્બેનના ડ્રેસિંગ-રૂમમાં સાથી ખેલાડીઓને સંબોધતા કહ્યું, `આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવામાં મેં ઘણી મોજ માણી. દોસ્તો, દરેકનો આવો સમય આવતો જ હોય છે, આજે મારો આવી ગયો.’
સ્પિન-લેજન્ડ અશ્વિને પત્રકારોને નિવૃત્તિની જાહેરાત વખતે એવું કહ્યું કે તેનામાં ક્રિકેટ રમવાની જે થોડીઘણી ક્ષમતા બાકી રહી છે એનો ઉપયોગ તે ક્લબ ક્રિકેટ (આઇપીએલ, વગેરે)માં રમવામાં વાપરશે.

આ પણ વાંચો : Ravichandran Ashwinને નિવૃત્તિની જાહેરાત કરી, કંઇક આવી રહી ક્રિકેટ કારકિર્દી

અશ્વિને રોહિતને કહેલું કે `હવે ટીમમાં મારી જરૂર ન હોય તો…’

કૅપ્ટન રોહિત શર્માએ પત્રકારોને કહ્યું, `અશ્વિન થોડા સમયથી રિટાયરમેન્ટ લેવા વિશે વિચાર કરી જ રહ્યો હતો. અહીં ઑસ્ટ્રેલિયામાં પર્થની પ્રથમ ટેસ્ટ વખતે જ અમારી વચ્ચે એ મુદ્દે ચર્ચા થઈ હતી. તેનું એવું કહેવું હતું કે સિરીઝમાં જો તેની જરૂર હોય જ નહીં તો પણ તે ખેલાડી તરીકે આ રમતને (આંતરરાષ્ટ્રીય ક્રિકેટને) ગુડબાય કરી દેવા માગે છે.’

ગાવસકરે અશ્વિનના નિવૃત્તિના `ટાઇમિંગ’ની ટીકા કરી

મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે એક જાણીતી ચૅનલને કહ્યું કે `અશ્વિને નિવૃત્તિ જાહેર કરવા સંબંધમાં ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન સિરીઝ પૂરી થવા સુધી રાહ જોવી જોઈતી હતી, કારણકે ભારતની આ શ્રેણીમાં જે સ્ક્વૉડ છે એમાંથી એક મેમ્બર તો ઓછો થઈ જ ગયોને! અશ્વિને કહેવું જોઈતું હતું કે હું આ શ્રેણી પછી ઉપલબ્ધ નહીં રહું. 2014માં ધોનીએ આવું જ કર્યું હતું. ત્યારે તેણે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લઈ લેતાં સ્ક્વૉડમાંથી એક ખેલાડી ઓછો થઈ ગયો હતો.’

ઍશની ભવ્ય કારકિર્દી પર એક નજર…

ટેસ્ટ કરીઅરઃ 106 ટેસ્ટ, 200 ઇનિંગ્સ, 27,246 બૉલ ફેંક્યા, 12,891 રન આપ્યા, 537 વિકેટ લીધી, 7/59 એક દાવમાં અને 13/140 એક ટેસ્ટમાં બેસ્ટ પર્ફોર્મન્સ, 37 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ, આઠ વાર ટેસ્ટમાં 10 કે વધુ વિકેટ, 24.00 બોલિંગ ઍવરેજ, 2.83 ઇકોનોમી રેટ, છ સદી સહિત કુલ 6423 બૉલમાં 3503 રન બનાવ્યા.

વન-ડે કરીઅરઃ 116 મૅચ, 6303 બૉલમાં 5180 રનના ખર્ચે 156 વિકેટ લીધી

ટી-20 કરીઅરઃ 65 મૅચ, 1452 બૉલમાં 1672 રનના ખર્ચે 72 વિકેટ લીધી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button