ઍશિઝમાં ઇંગ્લૅન્ડ 158 રનથી પાછળ, સ્પિનર લાઈનની મોટી સિદ્ધિ

ઍડિલેઇડ: ત્રીજી ઍશિઝ (ASHES) ટેસ્ટમાં આજની બીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લૅન્ડે (ENGLAND) પહેલા દાવમાં આઠ વિકેટે 213 રન કર્યા હતા અને ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ના 371 રનથી હજી 158 રન પાછળ છે.
કેપ્ટન બેન સ્ટૉક્સ 45 રને અને જોફ્રા આર્ચર 30 રન પર રમી રહ્યા હતા. બન્ને વચ્ચે નવમી વિકેટ માટે 45 રનની અતૂટ ભાગીદારી થઈ છે.
And with that absolute beauty, Nathan Lyon has passed Glenn McGrath for Test wickets! 564 #Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/wTofukUsYD
— cricket.com.au (@cricketcomau) December 18, 2025
આપણ વાચો: ઍશિઝમાં પહેલો જ દિવસ રેકૉર્ડ-બ્રેકઃ 19 વિકેટ પડી
પૅટ કમિન્સનું કમબૅક
પૅટ કમિન્સ પાછો રમવા આવી ગયો છે અને સૌથી વધુ ત્રણ વિકેટ તેણે લીધી છે. બે વિકેટ બીજા પેસ બોલર સ્કૉટ બૉલેન્ડે લીધી છે.
લાયન હવે મૅકગ્રાથી આગળ
જોકે બે વિકેટ લેનાર સ્પિનર નેથન લાયન આજનો હીરો હતો. તેણે પોતાની પહેલી જ ઓવરમાં બે વિકેટ (બેન ડકેટ, ઑલી પૉપ) લીધી હતી. તે સૌથી વધુ વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયાના તમામ ટેસ્ટ બોલર્સમાં બીજા નંબર પર આવી ગયો છે.
તેની કુલ વિકેટની સંખ્યા 564 ઉપર પહોંચી છે. તેણે ગ્લેન મૅકગ્રા (563)ને પાછળ રાખી દીધો છે. હવે ઑસ્ટ્રેલિયનોમાં લાયનથી માત્ર શેન વોર્ન (708) આગળ છે.



