મેડ્રિડ ઓપન ટેનિસ: આર્યના સબાલેન્કાએ જીત્યું 20મું ટાઇટલ, ફાઇનલમાં કોકો ગૉફને હરાવી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

મેડ્રિડ ઓપન ટેનિસ: આર્યના સબાલેન્કાએ જીત્યું 20મું ટાઇટલ, ફાઇનલમાં કોકો ગૉફને હરાવી

મેડ્રિડ: વિશ્વની નંબર વન ખેલાડી આર્યના સબાલેન્કાએ વિશ્વની ચોથા નંબરની ખેલાડી કોકો ગૉફને સીધા સેટમાં હરાવીને મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પોતાનું ત્રીજું અને કરિયરનું 20મું ટાઇટલ જીત્યું હતું.

સબાલેન્કાએ પ્રથમ સેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કાજા મેજિકા ક્લે કોર્ટ પર અમેરિકન ખેલાડીને 6-3, 7-6 (3) થી હરાવી હતી. સબાલેન્કાએ 2021 અને 2023માં મેડ્રિડમાં ટાઇટલ જીત્યું હતું. આ રીતે તેણીએ પેટ્રા ક્વિટોવાના ટુર્નામેન્ટ રેકોર્ડની બરાબરી કરી હતી.

આ પણ વાંચો: ડૉપ ટેસ્ટમાં નિષ્ફળ ટેનિસ ખેલાડી સિનરને ઝટકોઃ લોરિયસ સ્પોર્ટ્સમેનના નોમિનેશનમાંથી હટાવ્યો…

બ્રિસ્બેન અને મિયામી પછી આ સબાલેન્કાનું વર્ષનું ત્રીજું ટાઇટલ પણ છે. જો ગૉફ આ મેચ જીતી ગઈ હો, તો તે વિશ્વ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ હોત પરંતુ તે સબાલેન્કા સામે કોઈ મેચ નહોતી.

Back to top button