અરશદ નદીમને સસરાએ ભેંસ ભેટમાં આપી, નીરજ ચોપરાએ આપી આપી પ્રતિક્રિયા…
નવી દિલ્હી: પાકિસ્તાનના 27 વર્ષીય અરશદ નદીમે (Arshad Nadeem) પેરીસ ઓલમ્પિક(Paris Olympic)માં પુરૂષોની જેવલિન થ્રો ફાઈનલમાં ઐતિહાસિક થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરશદના સસરાએ તેની સિદ્ધિ બદલ ભેંસ ભેટમાં આપી હતી. જે બાબાતે સોશિયલ મડિયા પર રમુજ ફરતી થઇ હતી. હકીકતે નદીમ જે વિસ્તારનો છે ત્યાં પરંપરાગત રીતે સન્માન દર્શાવવા ભેંસ ભેટમાં આપવામાં આવતી હોય છે. સોશિયલ મીડિયા પર અરશદની રમુજ કરવામાં આવતા ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પ્રતિક્રિયા આપી છે.
અરશદના હરીફ અને મિત્ર નીરજ ચોપરા પેરીસ ઓલિમ્પિકમાં પુરુષોની જેવલીન થ્રો ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અરશદને ભેંસ ભેટમાં મળવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા નીરજે કહ્યું કે આવા પ્રકારની ભેટો મને પણ મળી છે. તેણે કહ્યું “મને એકવાર દેશી ઘી ભેટમાં આપવામાં આવ્યું હતું. હરિયાણામાં ઘરે પાછા ફરતા મને આવી ભેટો પણ મળે છે, લોકો 10 કિલો દેશી ઘી અથવા 50 કિલો દેશી ઘી ભેટ આપે છે અથવા લાડુ પણ આપે છે.”
નીરજે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે “મને વચનો આપવામાં આવે છે ‘જો નીરજ આ સ્પર્ધા જીતશે, તો હું તેને 50 કિલો ઘી આપીશ.’ હું નાનપણથી જ આ વાતો કહેતો સાંભળતો હતો. જ્યાં હું મોટો થયો હતો ત્યાં કબડ્ડી અને કુસ્તી ખૂબ જ લોકપ્રિય છે. અમારા લોકો માને છે કે ઘી શક્તિ વધારવામાં મદદ કરે છે, જેની અમને અમારી રમતમાં જરૂર છે, રેસલર્સ અને કબડ્ડી ખેલાડીઓને બુલેટ મોટરબાઈક અથવા ટ્રેક્ટર જેવી ભેટ આપવામાં આવે છે.”
નદીમે ઓલમ્પિક ફાઈનલના તેના બીજા પ્રયાસમાં 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ટોક્યો ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન હતો. નીરજે કહ્યું કે મને કોઈ શંકા નથી કે જો ઈજા ના થઇ હોત તો નદીમના થ્રોથી વધુ હું ફેંકી શક્યો હોત,