અર્જુન તેન્ડુલકર હવે મુંબઈ નહીં, લખનઊ વતી રમશે જાણી લો, બીજા ક્યા ફેરફાર થયા…

મુંબઈ: ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન તેન્ડુલકર થોડા સમય પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમ છોડીને ગોવાની ટીમમાં જોડાયો ત્યાર બાદ હવે આઈપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ નહીં, પણ લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ વતી રમતો જોવા મળશે.
સંજીવ ગોયેન્કાના આ ફ્રેન્ચાઈઝીએ તેને તેના મૂળ 30 લાખ રૂપિયાના ભાવે મુંબઈ પાસેથી મેળવી લીધો છે. અર્જુનને નબળા પર્ફોર્મન્સને લીધે આઈપીએલમાં ખાસ કંઈ રમવા નથી મળ્યું.
અન્ય ફેરફારોમાં મુજબ ટ્રેડિંગ વિન્ડોમાં રાજસ્થાને સંજુ સૅમસનના બદલામાં ચેન્નઈ પાસેથી રવીન્દ્ર જાડેજા અને સૅમ કરેન મેળવ્યા છે. જાડેજાની ફી 18 કરોડથી ઘટાડીને 14 કરોડ કરાઈ છે. જાડેજા (Jadeja)એ 2008માં રાજસ્થાન વતી આઈપીએલ (IPL)માં કરીઅર શરૂ કરી હતી અને એ ટીમમાં જ તે પાછો આવ્યો છે.
હૈદરાબાદે મોહમ્મદ શમી (Shami) લખનઊને 10 કરોડ રૂપિયાની એ જ ફીમાં આપી દીધો છે, જયારે નીતીશ રાણા રાજસ્થાનમાંથી દિલ્હીની ટીમમાં 4.2 કરોડ રૂપિયાની જ ફી સાથે પાછો ફર્યો છે.

મયંક માર્કન્ડે કોલકાતાની ટીમમાંથી મુંબઈની ટીમમાં પાછો આવ્યો છે.



