મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આ વખતે ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે જોરદાર મુકાબલો જામશે, જેમાં આઇપીએલની આ સિઝનમાં MIએ પાંચમાંથી બે મેચ જીતી છે. જોકે સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરને એક પણ મેચમાં તક આપી નથી, પરંતુ તાજેતરમાં પ્રેક્ટિસ દરમિયાન જાણીતા બોલરની નકલ કરીને ફરી ચર્ચામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે ગયા વર્ષે અર્જુન તેંડુલકરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે પેસ બોલર અર્જુન તેંડુલકરે તેની બૉલિંગથી કોઈ ખાસ્સો કમાલ બતાવ્યો નહોતો, જેને લીધે તેને બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો, પરંતુ આ આઇપીએલના અર્જુન ટીમમાં ફરીથી સ્થાન મેળવવા માટે સખત મહેનત અને પ્રેક્ટિસ કરી રહ્યો છે.
અર્જુન તેંડુલકરનો પ્રેક્ટિસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અર્જુન શ્રીલંકાના પેસ બૉલર લસિથ મલિંગાની બૉલિંગ સ્ટાઈલની કોપી કરી રહ્યો છે જોકે તેના હાથમાંથી બૉલ છૂટ્યા બાદ તે બીજા તરફ જાય છે. મલિંગાની જેમ આડા હાથે અર્જુન તેંડુલકર બૉલ ફેંકવાનો પ્રયત્ન કરે છે, પણ તે તેનાથી તે શક્ય નહીં બન્યું અને તે બાદ અર્જુન ડાબા હાથે એક પછી એક યોર્કર બૉલ ફેંકે છે.
અર્જુન તેની બૉલિંગને વધુ સારી બનાવવા સખત મહેનત કરી રહ્યો છે. અર્જુનની મહેનતથી MIનો બૉલિંગ કોચ લસિથ મલિંગા પણ ખુશ દેખાઈ રહ્યો છે. 2023ની IPLમાં અર્જુને MI માટે ચાર મેચમાં ત્રણ વિકેટ લીધી હતી અને 13 રન બનાવ્યા હતા. અર્જુનને MIએ ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ હવે આ સિઝનમાં અર્જુન રમતો જોવા મળશે કે નહીં એ બાબતે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી હતી.