સચિન તેંડુલકરના પુત્ર અર્જુન જીવનની નવી ઇનિંગ્સ શરૂ, સાનિયા ચંડોક સાથે કરી સગાઈ...

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન જીવનની નવી ઇનિંગ્સ શરૂ, સાનિયા ચંડોક સાથે કરી સગાઈ…

મુંબઈ: દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના ક્રિકેટર દીકરા અર્જુન તેંડુલકરે બુધવારે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સગાઈ કરી હતી.

સગાઈમાં નજીકના સગા-સંબંધીઓ રહ્યા હાજર
અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી પ્રસંગ હતો, જેમાં બંને પક્ષના નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. ઘાઈ પરિવાર હૉસ્પિટાલિટી અને રેસ્ટૉરાં ઉદ્યોગમાં અગ્રણી છે. ઘાઈ પરિવાર પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીની માલિકી છે.

અર્જુન તેંડુલકરે જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ થયો હતો. પિતા સચિન તેંડુલકર અને સવિતા તેંડુલકરનું તે બીજું સંતાન છે. બહેન સારા તેંડુલકરનો તે નાનો ભાઈ છે.

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે અર્જુન તેંડુલકર

પચીસ વર્ષીય અર્જુન ડાબોડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, જે ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ રમી ચૂક્યો છે. તેણે 2020/21 સીઝનમાં મુંબઈ સાથે પોતાની ઘરેલુ કારકિર્દીની શરૂઆત કરી હતી, હરિયાણા સામેની ટી20 મેચમાં તેણે ડેબ્યુ કર્યું હતું.

અર્જુન તેંડુલકરે જુનિયર સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારત અન્ડર19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. અર્જુને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેના નામે 3 વિકેટ અને 13 રન છે. ટી20 ક્રિકેટમાં અર્જુન તેંડુલકરે 25.07 ની સરેરાશથી 27 વિકેટ લીધી છે. સાથોસાથ તેણે 13.22 ની સરેરાશથી 119 રન બનાવ્યા છે.

આ પણ વાંચો…સારા તેંડુલકરે કરી લીધી સગાઈ? સોશિયલ મીડિયા પર શેર કર્યા ખાસ ફોટો…

સંબંધિત લેખો

Back to top button