IPL 2024સ્પોર્ટસ

ભારત-પાક મેચની મજા થશે બમણી

સ્ટેડિયમ અરિજિત, મહાદેવન અને સુખવિંદરના ગીતોથી ગુંજી ઉઠશે

અમદાવાદઃ 2023ના વર્લ્ડ કપની જે ઘડીનો ઇંતઝાર હતો એ ઘડી આવી પહોંચી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની બહુપ્રતિક્ષિત મેચ આડેમાત્ર એક જ દિવસ બાકી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મહાયુદ્ધમાં ચાહકોને બમણી મજા મળશે. 14 ઓક્ટોબરના રોજ, ચાહકો વિશ્વ કપ જેવા મંચ પર ક્રિકેટના કટ્ટર હરીફો વચ્ચેની સ્પર્ધાનો આનંદ માણશે એટલું જ નહીં, પરંતુ એક ખાસ ઘટનાના સાક્ષી પણ બનશે જે કદાચ પહેલાં ક્યારેય જોવા ન મળી હોય.

હા, અમે વાત કરી રહ્યા છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચની, જે 14 ઓક્ટોબરે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આ માત્ર મેચ નહીં, પરંતુ બે દેશો વચ્ચેની ભાવનાઓનું યુદ્ધ હશે, જેને જીતવા માટે બંને ટીમ તરફથી જાનની બાજી લગાવી દેવામાં આવશે.


વર્લ્ડ કપની આ સૌથી મોટી મેચ માટે મંચ તૈયાર થઈ ગયો છે. ટિકિટો વેચાઈ ગઈ છે, ટીમો આવી ગઈ છે અને હવે માત્ર મેદાન-એ-જંગ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ શાનદાર મેચ માટે ઘણી તૈયારીઓ કરી છે. આ મેચને યાદગાર બનાવવા માટે BCCI દ્વારા મ્યુઝિક ટુમોરો ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે મેચ પહેલા શરૂ થશે. એટલે કે આ મહાયુદ્ધ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મધુર અવાજોથી ગુંજી ઉઠશે.


14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ પહેલા BCCIએ ‘મ્યુઝિક ઓડિસી’ નામનો એક મ્યુઝિક પ્રોગ્રામ આયોજિત કર્યો છે. જેમાં બોલિવૂડના દિગ્ગજ ગાયકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંહના નામ સામેલ છે. આ ત્રણેય ગાયકો ભવ્ય સ્પર્ધા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને તેમના સુરીલા અવાજોથી રસ તરબોળ કરી દેશે.


આ મ્યુઝિકલ પ્રોગ્રામ મેચના દોઢ કલાક પહેલા શરૂ થશે. BCCI દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ અનુસાર, આ કાર્યક્રમ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button