સ્પોર્ટસ

Archery World Cup: મહિલાઓની તીરંદાજીમાં ભારતીય ત્રિપુટીની ગોલ્ડ મેડલની હૅટ-ટ્રિક

યેકીઑન (દક્ષિણ કોરિયા): South Koreaમાં તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતની ત્રણ મહિલા તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતી સ્વામી છવાઈ ગઈ છે.

ભારતની મહિલા આર્ચરીની આ ટોચની ખેલાડીઓએ શનિવારે આ વિશ્ર્વકપમાં કમ્પાઉન્ડ ટીમ કૅટેગરીમાં સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

આ પણ વાંચો: Badminton : પી.વી. સિંધુ PV Sindhu) ફાઇનલમાં, ટાઇટલ માટે હવે માત્ર ચીની હરીફને હરાવવાની બાકી

જ્યોતિ, પરનીત અને અદિતી મહિલાઓની કમ્પાઉન્ડ ટીમ વર્ગમાં હાલમાં વર્લ્ડ નંબર-વન છે. એમાં પણ અદિતી તેના વ્યક્તિગત વર્ગમાં વર્લ્ડ ચૅમ્પિયન અને જ્યોતિ એશિયન ચૅમ્પિયન છે.

આ ત્રણેય તીરંદાજે નિર્ણાયક મુકાબલામાં તુર્કીની હરીફો હૅઝલ બુરુન, એઇસ બેરા સુઝેર અને બેગમ યુવા પર શરૂઆતથી જ સતતપણે પ્રભુત્વ જમાવ્યું હતું અને એકેય સેટ હાર્યા વગર સુવર્ણચંદ્રક જીતી લીધો હતો.

ભારતીય ત્રિપુટીનો 232-226ના સ્કોર સાથે વિજય થયો હતો. વિજયનો છ પૉઇન્ટનો માર્જિન ઓછો હતો, પરંતુ જ્યોતિ, પરનીત, અદિતીએ હરીફ ટીમને ક્યારેય પોતાના પર હાવિ નહોતી થવા દીધી.

આ પણ વાંચો: મેચ જીત્યા પછી પણ King Khanએ કેમ હાથ જોડી માફી માગી આ બે ક્રિકેટર્સની

જ્યોતિ, પરનીત, અદિતીએ આ પહેલાં શાંઘાઈ અને પૅરિસની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
દક્ષિણ કોરિયામાં આર્ચરી વર્લ્ડ કપની બીજા તબક્કાની ઇવેન્ટ યોજાઈ રહી છે અને એમાં જ્યોતિ અને પ્રિયાંશની જોડી મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં ફક્ત ત્રણ પૉઇન્ટ માટે ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. જોકે તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. અમેરિકાની હરીફ ટીમ સામે તેમનો 155-153થી પરાજય થયો હતો. જો જ્યોતિ-પ્રિયાંશની જોડી બીજા ફક્તે ત્રણ પૉઇન્ટમેળવી શકી હોત તો સુવર્ણ જીતી ગઈ હોત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો… Bigg Boss OTT-3 ના પ્રતિસ્પર્ધીઓ ક્રિકેટ ખેલાડીઓ જેઓ યોગના આસન નિયમિત કરતા હોય છે… પ્રેગનેન્ટ દીપિકાથી લઇને આલિયા સુધી બેબી બમ્પમાં છવાઇ ગઇ આ હિરોઇનો