સ્પોર્ટસ

કોહલીની ઐતિહાસિક 12,000 રનની સિદ્ધિ બાદ અનુજ-કાર્તિકની ફટકાબાજી

ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનનો એક તરફ ઓપનિંગમાં બૉલીવૂડના સિતારાઓ દ્વારા દબદબાભેર આરંભ થયો ત્યાર બાદ પ્રથમ મૅચમાં વિરાટ કોહલીએ એક અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી અને ત્યાર પછી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સામે બેન્ગલૂરુની ટીમે ધબડકા બાદ બૅટિંગમાં ઘણા ધમાકા કર્યા હતા. કોહલી (20 બૉલમાં 21 રન)એ છ રન બનાવ્યા ત્યારે તે ટી-20 ફૉર્મેટમાં 12,000 રન પૂરા કરનારો ભારતનો પ્રથમ અને વિશ્ર્વનો છઠ્ઠો ખેલાડી બન્યો હતો.

ગેઇલ આ લિસ્ટમાં 14,562 રન સાથે મોખરે છે. મલિકના 13,360, પોલાર્ડના 12,900, હેલ્સના 12,319, વૉર્નરના 12,065 રન છે. બેન્ગલૂરુના અનુજ રાવત (48 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને દિનેશ કાર્તિક (38 અણનમ, 26 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 57 બૉલમાં 95 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ચેન્નઈના તુષાર દેશપાંડેની એક ઓવરમાં કાર્તિક-અનુજની ફટકાબાજીને કારણે કુલ પચીસ રન (વાઇડ, 6, વાઇડ, 1, 6, 0, 6, 4) બન્યા હતા. બૅટિંગ-પિચ પર પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કરનાર બેન્ગલૂરુની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 173 રન બનાવ્યા હતા અને ચેન્નઈને 174 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. કૅપ્ટન ડુ પ્લેસીના આક્રમક 35 રન બનાવ્યા બાદ બેન્ગલૂરુએ ફક્ત 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. પાટીદાર, મૅક્સવેલ ઝીરોમાં આઉટ થયા હતા. ચેન્નઈના મુસ્તફિઝુરે ચાર વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી