IPL 2024સ્પોર્ટસ

‘આઈસીસી હોલ ઓફ ફેમ’માં ત્રણ દિગ્ગજના નામની જાહેરાત

દુબઇઃ ક્રિકેટ ઈતિહાસના ત્રણ મહાન ખેલાડીઓ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા છે. જેમાં ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ, ભૂતપૂર્વ ભારતીય મહિલા ટેસ્ટ કેપ્ટન ડાયના એડુલ્જી અને શ્રી લંકાના ભૂતપૂર્વ બેટ્સમેન અરવિંદ ડી સિલ્વાનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમા સામેલ કરાયેલા નવા ત્રણ દિગ્ગજોના નામની જાહેરાત કરી હતી

આધુનિક ક્રિકેટના આક્રમક ઓપનિંગ બેટ્સમેનોમાં સામેલ સહેવાગે પોતાની કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. સહેવાગે ટેસ્ટમાં બે વખત ત્રેવડી સદી ફટકારી હતી. તેની શાનદાર કારકિર્દી દરમિયાન તેણે 23 ટેસ્ટ સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ભારતીય ખેલાડીઓમાં પાંચમા સ્થાને છે.

ટેસ્ટમાં સહેવાગનો સર્વોચ્ચ સ્કોર 319 રન છે. આ ટેસ્ટમાં ભારતીયનો સર્વોચ્ચ સ્કોર છે. તેણે 2008માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નઈમાં 319 રન કર્યા હતા. સહેવાગના નામે 104 ટેસ્ટ મેચોમાં 8586 રન છે. તેણે 251 વનડેમાં 35.05ની એવરેજથી 8273 રન કર્યા છે. સહેવાગે 2011ના વર્લ્ડ કપમાં 380 રન બનાવ્યા હતા.

આઈસીસી હોલ ઓફ ફેમમાં બીજા સ્થાને સામેલ કરાયેલા મહિલા ક્રિકેટર એડુલ્જીએ લગભગ ત્રણ દાયકા સુધી ભારતનું નેતૃત્વ કર્યું અને ડાબા હાથના સ્પિનર તરીકે 54 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 109 વિકેટ લીધી હતી. ડાયનાએ પશ્ચિમ રેલ્વેમાં એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા નિભાવી અને મહિલા ક્રિકેટરો માટે રોજગારીની તકો ઊભી કરવા સખત મહેનત કરી. પશ્ચિમ અને ભારતીય રેલવેની રમતગમત નીતિ ઘડવામાં પણ તેમણે પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી.

ડાયનાએ કહ્યું હતું કે સૌપ્રથમ હું આઇસીસી અને જ્યુરીનો આભાર માનું છું કે તેમણે મને આઇસીસી હોલ ઓફ ફેમ 2023માં સામેલ કરવા માટે પસંદ કરી હતી. આ યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બનવું એ ખરેખર એક મહાન સન્માન છે. બીસીસીઆઈ અને ભારતીય માટે એક મહાન સન્માન મહિલા ક્રિકેટ માટે પણ આ ગર્વની ક્ષણ છે.”

આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ ત્રીજા ખેલાડી અરવિંદ ડી સિલ્વા છે, જેણે 1996માં શ્રીલંકા સાથે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીલંકાના બેટ્સમેને 18 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 20 ટેસ્ટ સદી ફટકારી હતી. અરવિંદા ડી સિલ્વાએ 93 ટેસ્ટ મેચોમાં 42.97ની એવરેજથી 6361 રન કર્યા છે. તેણે 308 વન-ડે મેચોમાં 9284 રન કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress