સ્પોર્ટસ

આંધ્ર પ્રદેશના બૅટરે છ બૉલમાં ફટકારી દીધા છ છગ્ગા!

કડપ્પા: ક્રિકેટના મેદાન પર ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે જે ક્રિકેટપ્રેમીઓને આશ્ર્ચર્યમાં મૂકી દેતા હોય છે અને એ ક્ષણો ફૅન્સના દિલમાં વસીને યાદગાર બની જતી હોય છે. ક્રિકેટ અનિશ્ર્ચિતતાની રમત હોવાથી કેટલીક મૅચમાં પોતે સાક્ષી ન બન્યા હોવાના ઘણા ક્રિકેટલવર્સને વસવસો રહી જતો હોય છે. જોકે યુવરાજ સિંહે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરના છ બૉલમાં જે છ સિક્સર ફટકારી એને (૧૭ વર્ષ થઈ ગયા હોવા છતાં) હજી કોઈ નહીં ભૂલ્યું હોય. ૧૯૬૮માં ગૅરી સોબર્સે માલ્કમ નૅશના છ બૉલમાં છ સિક્સર અને એ પહેલાં ૧૯૮૫માં રવિ શાસ્ત્રીએ બરોડાના સ્પિનર તિલક રાજના છ બૉલમાં છ સિક્સર ફટકારી હતી. હર્શેલ ગિબ્સ પણ આવી કમાલ બતાવી ચૂક્યો છે. ૨૦૨૨માં ઋતુરાજ ગાયકવાડે તો કમાલ જ કરી નાખી હતી. તેણે વિજય હઝારે ટ્રોફીની મૅચમાં મહારાષ્ટ્ર વતી રમીને ઉત્તર પ્રદેશના લેફ્ટ-આર્મ સ્પિનર શિવા સિંહની ઓવરમાં સાત સિક્સર ફટકારી હતી. તેણે એક્સ્ટ્રા રનવાળી એ ઓવરમાં કુલ ૪૩ રન બનાવ્યા હતા.
હવે આંધ્ર પ્રદેશ રાજ્યના ગુન્ટુરના વામ્શી ક્રિષ્નાએ છ બૉલમાં છ છગ્ગા (૬, ૬, ૬, ૬, ૬, ૬) ફટકાર્યા છે. કડપ્પામાં તેણે કર્નલ સી. કે. નાયુડુ ટ્રોફીમાં રેલવેના સ્પિનર દમનદીપ સિંહની ઓવરના છ બૉલમાં સિક્સર ફટકારી હતી. આ ટૂર્નામેન્ટમાં નવો વિક્રમ છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave