આનંદ મહિન્દ્રાએ શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સી આ નંબર કેમ રાખવમાં આવ્યો…
આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબજ સક્રીય રહે છે. તેમની પોસ્ટ માત્ર લોકોને જ પ્રેરિત કરતી નથી પણ તેમને જીવનનું જ્ઞાન પણ આપે છે. ક્યારેક તેમના દ્વારા શેર કરવામાં આવેલ જુગાડના વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ જાય છે. જોકે, આ વખતે આનંદ મહિન્દ્રાએ 5 ઓક્ટોબરે એટલે કે આજે ICC ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત સાથેની પોતાની ટીમ ઈન્ડિયાની જર્સીની તસવીર પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમાં પણ કાસ ચર્ચા એ વાતની છે કે મહિન્દ્રાના ચેરમેને 55 નંબર કેમ પસંદ કર્યો? જોકે જ્યારે એક યુઝરે મહિન્દ્રાને આ સવાલનો જવાબ પૂછ્યો તો તેમણે કહ્યું હતું કે તેમને આનો જવાબ લોકો પાસેથી જોઇએ છે. ત્યારબાદ લોકોએ એકદમ અવનવા જવાબ આપ્યા હતા.
આનંદ મહિન્દ્રાએ 5 ઓક્ટોબરે સોશિયલ મિડીયા એક્સ પર ટીમ ઇન્ડિયાની જર્સીની બે તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં જર્સી પર 55 અને ‘આનંદ’ લખેલું હતું. તેના કેપ્શનમાં મહિન્દ્રાએ BCCIનો આભાર માન્યો અને લખ્યું હતું કે હું તૈયાર છું. આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઇ અને લાઇક કરી છે. તેમજ ઘણા લોકોએ ફીડબેક પણ આપ્યા છે.
જો કે એક યુઝરે આનંદ મહિન્દ્રાને પૂછ્યું હતું કે 55 નંબર શા માટે? તો આનંદ મહિન્દ્રાએ તે વ્યક્તિના ટ્વીટનો જવાબ આપતા લખ્યું હતું કે હું એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું કે કોણ આનો જવાબ આપી શકે છે. પછી તો જાણે કમેન્ટ્સનો વરસાદ જથઇ ગયો જો કે મેટાભાગના યુઝર્સે કહ્યું હતું છે કે તમારો જન્મ 1955માં થયો હતો એટલે તમે 55 લખ્યું છે. જો કે મહિન્દ્રાએ તેની જર્સી માટે 55 શા માટે પસંદ કર્યા? તે તો એક સવાલ જ છે.