મનોરંજનસ્પોર્ટસ

યુઝવેન્દ્ર ચહલ સાથેના અફેયરની ચર્ચા વચ્ચે આરજે મહવશે કહી દિલની વાત… પોસ્ટ થઈ વાઈરલ…

ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં જ ડિવોર્સને કારણે અને ત્યાર બાદ આરજે મહવશ સાથેના અફેયરને કારણે વધારે ચર્ચામાં રહે છે. અને રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આરજે મહવશ અને ચહલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે આ બધા વચ્ચે જ આરજે મહવશની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં તે પોતાના દિલની વાત સ્પષ્ટ કહેતી જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ મહવશની પોસ્ટમાં-

આરજે મહવશ હાલમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના અફેયરને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે મહવશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો હસીન અવતાર દેખાડ્યો છે. આરજે મહવશે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. જેમાં તે અલગ અલગ એંગલથી કેમેરા સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: કોણ છે આરજે મહવશ? યુઝવેન્દ્ર ચહલ સાથે કેમ જોડાઈ રહ્યું છે નામ…

શેર કરેલાં ફોટોમાં આરજે મહવશ એકદમ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે. બ્લેક કલરના શરારા સૂટમાં આરજે મહવશ એકદમ હસીન લાગી રહી છે. આ લૂકને આરજે મહવશે મેચિંગ ઝૂમખા, ખુલાવાળ અને ગ્લોસી મેકઅપ સાથે કેરી કર્યો છે. પણ યુઝર્સને તેમની મિલિયન ડોલર સ્માઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

આ ફોટો શેર કરતાં મહવશે કેપ્શનમાં લખ્યું છે કે જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મહવશે લખ્યું છે કે તુમ ચાંદ કો દેખના, મૈં તુમ્હે… આરજે મહવશના ફોટો પર યુઝર્સ પ્રેમ વરસાવી રહ્યા છે અને ફેન્સ તેમને ભાભી કહીને છેડતાં પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે મહવશની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ચહલભાઈ આ તો ધનશ્રી કરતાં પણ વધારે સુંદર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુઝવેન્દ્ર ચહલે હાલમાં જ પોતાની વાઈફ ધનશ્રી વર્મા સાથે ડિવોર્સ લીધા છે અને ત્યારથી જ યુઝવેન્દ્રનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે. આરજે મહવશ અને ચહલ અવારનવાર સાથે જોવા મળી રહ્યા છે અને તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button