T20 World Cup 2024સ્પોર્ટસ

અદ્ભુત વિજય છતાં હાર્દિક માટે નતાશાની એકેય પોસ્ટ નહીં! નેટિઝન્સે ફરી બ્રેક-અપની અફવા ઉડાડી

મુંબઈ: ભારતીય ટીમે શનિવારે સાઉથ આફ્રિકા સામેની ટી-20 વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં રોમાંચક વિજય મેળવ્યો એ અવસર માત્ર ખેલાડીઓ માટે જ નહીં, તેમના મિત્રો ઉપરાંત ખાસ કરીને પરિવારજનો માટે પણ અનેરો હતો. રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત કેટલાક ખેલાડીઓના ફૅમિલી-મેમ્બર્સ એ ઐતિહાસિક અને યાદગાર સમયે મેદાન પર જ હતા, જ્યારે ટાઇટલ-વિનિંગ ઓવર કરનાર હાર્દિક પંડ્યાએ મેદાન પર બેઠાં-બેઠાં કોઈક સાથે મોબાઇલ પરના વીડિયો કૉલથી સંપર્ક કરીને આનંદની આપ-લે કરી હતી.

થોડા મહિનાઓથી સોશિયલ મીડિયામાં નિશાન બનેલા વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યા મેદાન પરથી ભાવુક હાલતમાં વીડિયો-કૉલિંગમાં વાત કરી રહેલો જોવા મળ્યો હતો.

અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી વિશેનો ઇમોશનલ મૅસેજ શૅર કર્યો હતો એટલે ઘણાને આશા હતી કે નતાશા પણ ખુશ થઈને પતિ હાર્દિક માટે સંદેશ લખશે. જોકે એવી કોઈ જ પોસ્ટ મીડિયામાં નહોતી વાંચવા કે જોવા મળી.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાએ મેચ જિત્યા બાદ કોને કર્યો વીડિયો કોલ?

થોડા મહિનાથી હાર્દિક-નતાશા વચ્ચે ‘ઑલ ઇઝ નૉટ વેલ’ના હૅશટૅગ સાથે જાત-જાતની અટકળો ઉડી ચૂકી છે. સર્બિયાની મૉડેલ અને ઍક્ટ્રેસ નતાશાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી એટલે હાર્દિક સાથેના તેના સંબંધો બગડ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું.

ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન હાર્દિકનો ઘણો સારો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ હતો અને કૅપ્ટન રોહિત શર્મા સાથેની તેની મેદાન પરની દોસ્તી પણ બધાને દેખાવા લાગી એટલે હાર્દિકની અંગત વાતો મીડિયામાં શમી ગઈ હતી. હાર્દિક-નતાશાના બ્રેક-અપની વાતો જાણે અભરાઈએ મૂકી દેવામાં આવી હતી, પણ વર્લ્ડ કપ પછી અચાનક જ મીડિયામાં નેટઝિન્સ કહેવા લાગ્યા છે કે હાર્દિકે અદ્ભુત છેલ્લી ઓવરની મદદથી ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક ટ્રોફી અપાવી તો પણ કેમ મીડિયામાં નતાશા તરફથી હાર્દિક વિશે અભિનંદનની એકેય પોસ્ટ નથી જોવા મળી? આઇપીએલ દરમ્યાન શરૂઆતમાં હાર્દિકના દરેક સારા પર્ફોર્મન્સ વખતે નતાશા તેને વખાણતી પોસ્ટ મીડિયામાં મૂકતી હતી, પણ જ્યારે ભારતની તરફેણમાં રોમાંચની અને આનંદની ચરમસીમા આવી ગઈ ત્યારે કેમ નતાશા શાંત છે?

નતાશા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઍક્ટિવ છે અને સમયાંતરે પોસ્ટિંગ કરતી રહે છે, પણ હાર્દિક વિશે કેમ કોઈ પોસ્ટ નથી? કેમ પતિ વિશે અભિનંદનનો એક શબ્દ કે એક ઇમોજી નથી? એવું મીડિયામાં પૂછવામાં આવી રહ્યું છે.
આ સ્થિતિને આધારે કેટલાક નેટિઝન્સ એવી અટકળ કરી રહ્યા છે કે હાર્દિક-નતાશા વચ્ચેના સંબંધો બગડ્યા તો છે જ.

https://twitter.com/mufaddal_vohra/status/1807258020176355349

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button