ટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

Paris Olympic : કુશ્તીમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવનાર Aman Sehrawatનો સંઘર્ષ તમારું દિલ જીતી લેશે

પેરિસ : દેશના યુવા રેસલર અમન સેહરાવતે(Aman Sehrawat)ઈતિહાસ રચી દીધો છે. 57 કિગ્રા વર્ગમાં તેમણે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઐતિહાસિક સિદ્ધિ બાદ તેમણે ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમની સાથે વાત કરતી વખતે કેટલાક રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા. જ્યારે ટીવીના પત્રકારે તેમને સંઘર્ષ વિશે પૂછ્યું કે તમે રવિ દહિયાને હરાવીને અહીં પહોંચ્યા છો. શું આ તમારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ ચાલી રહી છે. તેના જવાબમાં યુવા કુસ્તીબાજએ કહ્યું , હા આ શ્રેષ્ઠ ક્ષણ ચાલી રહી છે

અંડર 23માં ચેમ્પિયન બન્યો હતો

જ્યારે પત્રકારે તેમની રમત વિશે તેમના કોચ સાથે વાત કરી તો તેમણે કહ્યું, “તેમની કુસ્તીનો મૂળ મંત્ર આક્રમણ છે.” તેમની કુસ્તી 100 ટકા આક્રમક છે. બીજા રાઉન્ડમાં આવા રેસલર તેમના વિરોધી રેસલરને બહુ ઓછા ટકવા દે છે. તેમણે 2 વર્ષ પહેલા સ્પેનમાં પોતાની રમતમાં ગિયર ચેન્જ કર્યો હતો. ત્યાં તે અંડર 23માં ચેમ્પિયન બન્યા હતા. તે જ ક્ષણે તે સ્પષ્ટ થઈ ગયું કે તેમની પાસે ચેમ્પિયન બનવા માટે જરૂરી ગુણ છે.

રેસલર બનવાની તેમના પિતાની ઈચ્છા હતી

જ્યારે પત્રકારે અમનના સંઘર્ષ વિશે વાત કરી તો તેમણે જવાબ આપ્યો કે જે દિવસે ઓલિમ્પિકમાં મેડલ આવશે તે દિવસે તમે જોજો. તેમના માતા-પિતા વિશે વાત કરતાં તેમણે કહ્યું, હું તેમને યાદ કરું છું. આ સિવાય તેમણે જવાબ આપ્યો કે તે રેસલર બનાવવાની તેમની પિતાની ઈચ્છા હતી. અમને કહ્યું કે હવે પિતા વિચારતા હશે કે, હા છોકરો ઓલિમ્પિકમાં મેડલ લઈ આવ્યો.

સ્થળ પર જ એકથી દોઢ કલાકની મહેનત કરી

વાતચીત દરમિયાન અમન અને તેમના કોચે જણાવ્યું કે મેચ પહેલા તેમનું વજન ઘણું વધી ગયું હતું. આ સમય દરમિયાન ઘણી મહેનત કરીને તેમણે તેને નિયંત્રણમાં લીધું. કોચના જણાવ્યા અનુસાર તેમનું વજન 61 કિલોથી વધુ વધી ગયું હતું. પરંતુ અમે સ્થળ પર જ એકથી દોઢ કલાકની મહેનત કરી હતી.

દેશ માટે બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યા

કોચે તેમને થોડો કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે સવારે 4 વાગે જોઈશું આગળ શું કરવું છે. પણ અમન આ સ્વીકારવા તૈયાર નહોતા તેના પછી તેમણે રાત્રે 12.30 થી પોતાનું વજન નિયંત્રણમાં લાવવા માટે સખત મહેનત શરૂ કરી. તેમની મહેનત રંગ લાવી અને તે દેશ માટે બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે