
ભારતીય સિનેમાએ વિશ્વમાં જે ખ્યાતિ મેળવી છે તેમાં સૌથી મોટો ફાળો દક્ષિણની ફિલ્મોનો છે, જેમાંથી એક છે ‘પુષ્પા’. આ ફિલ્મનું ક્રિકેટ સાથે પણ ઊંડું જોડાણ છે. મોટા મોટા ક્રિકેટરો પુષ્પાના ડાયલોગ્સ અને તેના એક્ટરનો અભિનય કરતા રહે છે.
350 કરોડથી વધુની કમાણી કરનારી આ બ્લોકબસ્ટર ફિલ્મ આ દિવસોમાં ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપમાં ચર્ચાનો વિષય બની છે. આનું એકમાત્ર કારણ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર, જેણે પોતાની લગભગ દરેક મેચમાં પુષ્પાની સ્ટાઈલ ફેન્સને બતાવી છે. તેની આ જ શૈલીએ હવે પુષ્પાનું પાત્ર ભજવતા અલ્લુ અર્જુનનું દિલ જીતી લીધું છે. હવે અલ્લુ અર્જુને વોર્નરને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને તેના દિવસને ખાસ બનાવી દીધો છે.
ડેવિડ વોર્નર અને અલ્લુ અર્જુન બે અલગ અલગ દુનિયામાંથી આવે છે. એક ફિલ્મ જગત સાથે જોડાયેલો છે અને બીજી ક્રિકેટ જગત સાથે જોડાયેલો છે, જોકે આ બંને દિગ્ગજો વચ્ચે એક સામાન્ય વાત છે, ફિલ્મ પુષ્પા. અલ્લુ અર્જુન આ ફિલ્મનો મુખ્ય હીરો છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પુષ્પાનો મોટો ચાહક છે. આજે 27 ઓક્ટોબર શુક્રવારે અલ્લુ અર્જુને વોર્નરને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
અલ્લુઅર્જુનની બર્થ-ડે વીશ પર વોર્નરે શું પ્રતિક્રિયા આપી તે હજી સુધી જાણવા મળ્યું નથી, પણ લાગે છે કે એ પણ ખાસ જ હશે.