T20 World Cup 2024સ્પોર્ટસ

‘છેલ્લી ક્ષણે દીલ તૂટી ગયું’, T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ SAના કેપ્ટન માર્કરમે શું કહ્યું

ગઈ કાલનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ ચાહકો માટે યાદગાર રહ્યો, ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2024(ICC T20 world cup)ના ફાઈનલ મેચમાં રોમાંચક જીત મળેવી ઈતિહાસ રચી દીધો છે. ICC ટૂર્નામેન્ટમાં 11 વર્ષ પછી ભારત જીત્યું છે. ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 2007 પછી બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે દક્ષીણ આફ્રિકાના ક્રિકેટ ચાહકોમાં ગમગીની છવાયેલી છે. આ હારથી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન એડમ માર્કરામનું દિલ તૂટી ગયું અને ટીમ ફરી એકવાર ફાઈનલ મેચ હારી ગઈ.

ફાઈનલમાં હાર બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડમ માર્કરામે કહ્યું કે, ‘હું આ હારથી ખૂબ જ નિરાશ છું અને ખરેખર આટલા સારા અભિયાન પછી ખૂબ જ દુઃખી છું પરંતુ સાચું કહું તો ખૂબ ગર્વ અનુભવું છું. અમે સારી બોલિંગ કરી, ટાર્ગેટ હાંસલ કરી શકાય એમ હતો. અંત સુધી સારી બેટિંગ કરી પરંતુ ટાર્ગેટ સુધી પહોંચી ના શક્યા. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ખૂબ જ સન્માનને લાયક છે અને અમે લડ્યા અને હાર્યા, મને ટીમ પર ગર્વ છે.’

ફાઈનલ સુધી આ T20 વર્લ્ડ કપ 2024માં મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો અજેય રહી હતી, પરંતુ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો ભારતના સામે 7 રનથી પરાજય થયો. બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે શરૂઆતમાં જ બે મોટી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાએ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ અંતે હાર્દિક પંડ્યાએ હેનરિક ક્લાસેનને આઉટ કરતાં જ મેચ પલટાઈ ગયો.

ક્લાસને 27 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારી 52 રન બનાવ્યા હતા. તે આઉટ થતાની સાથે જ ડેવિડ મિલર દબાવમાં આવી ગયો અને સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે સૂર્ય કુમારના હાથે કેચ આઉટ થયો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો