સ્પોર્ટસ

રાજકોટ ટેસ્ટમાં હાર બાદ અમ્પાયર્સ કોલ હટાવવાની બેન સ્ટોક્સે કરી માગ, રેફરી સાથે કરી મુલાકાત

રાજકોટ: રાજકોટમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માંથી અમ્પાયર્સ કોલને હટાવવાની માગ કરી હતી. વાસ્તવમાં ઇગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રાઉલીને બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. અમ્પાયર કુમાર ધર્મસેનાએ તેને આઉટ આપ્યો હતો. આ પછી રિવ્યૂ માગવામાં આવ્યો હતો. જો કે, તેમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે બોલ સ્ટમ્પની ઉપરથી જતો હતો પરંતુ અમ્પાયર્સ કોલના કારણે ક્રાઉલીને આઉટ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં કારમી હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમ મેચ રેફરી જેફ ક્રોને મળ્યા હતા. તેમણે જેક ક્રાઉલીની વિકેટ અંગે ચર્ચા કરી અને નિર્ણય પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો. સ્ટોક્સે ખુલાસો કર્યો હતો કે અંદાજિત ઈમેજમાં એક ભૂલ હતી જે દર્શાવે છે કે બોલ લેગ સ્ટમ્પની ઉપર જઈ રહ્યો હતો. હોક-આઇએ પુષ્ટી આપી હતી કે મેદાન પરના નિર્ણયને લાગુ કરી શકાતો હતો.
સ્ટોક્સે ટોકસ્પોર્ટ્સને કહ્યું હતું કે મેચ રેફરી જેફ ક્રો અમને થોડી માહિતી આપી રહ્યા હતા કે ડીઆરએસ રિપ્લેમાં જ્યારે બોલ સ્ટમ્પને અડી રહ્યો નથી ત્યારે આઉટ આપવાનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો. રિપ્લેમાં બોલ સ્ટમ્પ સાથે અથડાયો ન હતો. નંબર્સ અનુસાર બોલ સ્ટમ્પ પર અથડાતો હતો, પરંતુ તસવીર ખોટી હતી. મને ખરેખર સમજાતું નથી કે ત્યાં શું થયું? મને લાગે છે કે જ્યારે જવાબદાર લોકો કહે છે કે કંઈક ખોટું થયું છે, તો તે પોતે જ પૂરતું છે. આ પછી બેન સ્ટોક્સે અમ્પાયરના કોલને હટાવવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આના ઘણા કારણો છે. આ નિર્ણયો તમારી વિરુદ્ધ જાય ત્યારે ક્યારેક દુ:ખ થાય છે, પરંતુ તે રમતનો એક ભાગ છે. અમ્પાયરનું કામ અઘરું હોય છે, ખાસ કરીને ભારતમાં જ્યારે બોલ સ્પિન થાય છે. મારો અંગત અભિપ્રાય છે કે જો બોલ સ્ટમ્પને અથડાતો હોય તો તે સ્ટમ્પને અથડાતો હોય છે. સાચું કહું તો તેઓએ અમ્પાયરના કોલને દૂર કરવો જોઈએ. હું તેમાં વધારે પડવા માગતો નથી કારણ કે એવું લાગે છે કે અમે બહાનું બનાવી રહ્યા છીએ અને કહી રહ્યા છીએ કે આ કારણે અમે ટેસ્ટ મેચ હારી ગયા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button