સચિન, ગાંગુલી અને વિરાટ પછી હવે સિરાજે પણ શરૂ કરી રેસ્ટોરાં

હૈદરાબાદઃ ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) રેસ્ટોરાં (Restaurant) બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. તેણે હૈદરાબાદ શહેરમાં જોહાર્ફા’ નામની રેસ્ટોરાં શરૂ કરી છે. ભારતીય ક્રિકેટરોમાં ખાસ કરીને સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ છેલ્લા થોડા વર્ષો દરમ્યાન વિવિધ શહેરોમાં રેસ્ટોરાં શરૂ કરી છે અને હવે સિરાજે તેમનું અનુકરણ કર્યું છે. સિરાજની જોહાર્ફા’ રેસ્ટોરાંમાં અનેક વરાઇટીની મુગલાઈ, ઇરાની તથા અરેબિયન ડિશીઝ તેમ જ ચાઇનીઝ વાનગીઓ ઉપલબ્ધ હશે.
તાજેતરમાં સિરાજની આ રેસ્ટોરાંની ઓપનિંગ ઇવેન્ટ યોજાઈ હતી. સિરાજે એક યાદીમાં જણાવ્યું હતું, ` જોહાર્ફા મારા દિલનો એક હિસ્સો જ સમજી લો. હૈદરાબાદ (Hyderabad) શહેરે મને એક આગવી પહેચાન આપી છે અને મારે આ શહેરને કંઈક રિટર્નમાં આપવું હતું જે હું આ રેસ્ટોરાં મારફત આપી રહ્યો છું. આ એવું સ્થાન હશે જ્યાં જ્યાં લોકો ભેગા મળીને આવશે, સાથે ભોજનની મોજ માણશે અને એકબીજાના સંગાથે ઘર જેવો જ આનંદ માણશે.’
આ પણ વાંચો: વિરાટ સામે બોલ ફેંકતા પહેલા સિરાજ ઈમોશનલ થઇ ગયો હતો! જાણો મેચ પછી સિરાજે શું કહ્યું
સિરાજ પોતે ટીમ ઇન્ડિયાનો હિસ્સો છે, પણ હવે ખુદ તેણે એક એવી ટીમ તૈયાર કરી છે જેમાં અનુભવી શેફ (Chefs) અને તેના હાથ નીચેના બીજા રસોઈયા અને સાથીઓનો સમાવેશ હશે.