મુંબઇઃ ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ટીમ મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ ઇન્ડિયન્સના બોલિંગ કોચપદેથી શેન બોન્ડે રાજીનામું આપી દીધું હતું, એમ મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે આ માહિતી આપી હતી. બોન્ડ નવ વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા રહ્યા હતા. શેન બોન્ડના કાર્યકાળ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સ ચાર વખત ચેમ્પિયન રહ્યું છે.
મુંબઇ ઇન્ડિયન્સે કહ્યું હતું કે શેન બોન્ડે એમઆઇ અમીરાત ટીમના મુખ્ય કોચ પદેથી પણ રાજીનામું આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી છે કે 2015 માં શરૂ થયેલી શેન બોન્ડની સફર ટીમ સાથે નવ વર્ષના કાર્યકાળ પછી સમાપ્ત થઈ છે. બોલિંગ કોચ તરીકે તેમણે ટીમને ચાર વખત ટ્રોફી જીતાડવામાં યોગદાન આપ્યું છે.
શેન બોન્ડે કહ્યું હતું કે છેલ્લી નવ સીઝનમાં એમઆઇ વન ફેમિલીનો ભાગ બનવાની તક માટે હું અંબાણી પરિવારનો આભાર માનું છું. મે ઘણા મહાન લોકો, ખેલાડીઓ અને સ્ટાફ સાથે મજબૂત સંબંધો બનાવ્યા છે. હું તે બધાને યાદ કરીશ અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવું છું.
બોન્ડે 2015માં ટીમના બોલિંગ કોચનું પદ સંભાળ્યું હતું. તેમણે 2015, 2017, 2019 અને 2020માં એમઆઇના ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઇએલટી-20ની શરૂઆતની સીઝનમાં એમ આ અમીરાત ટીમના મુખ્ય કોચ તરીકે તેમનો કાર્યકાળ રહ્યો હતો
Taboola Feed