IPL બાદ 14 વર્ષીય Vaibhav Suryavanshiને લઈને પિતાએ કહ્યું હવે એનું… | મુંબઈ સમાચાર

IPL બાદ 14 વર્ષીય Vaibhav Suryavanshiને લઈને પિતાએ કહ્યું હવે એનું…

આઈપીએલ-2025નું ટાઈટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાને નામે કરીને પોતાનું ખાતું ખોલ્યું હતું. આ વખતે આઈપીએલમાં અનેક એવી પ્રતિભાઓ સામે આવી જેમણે ક્રિકેટ વર્લ્ડની પરિભાષા જ બદલી નાખી હતી અને આવી જ એક પ્રતિભા એટલે 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી. 35 બોલમાં સેન્કચ્યુરી ફટકારીને વૈભવ સૂર્યવંશીને લઈને તેના પિતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો…

વૈભવ સૂર્યવંશીના પિતાએ પોતાના 14 વર્ષીય દીકરા વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આઈપીએલ બાદ વૈભવનું વજન વધી ગયું છે અને તે હવે આ વજન ઘટાડવા માટે જિમમાં પરસેવો પાડી રહ્યો છે. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે વૈભવ પોતાની ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખી રહ્યો છે.

વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે હવે તે બેલેન્સ્ડ ડાયેટ લઈ રહ્યો છે, જિમ જાય છે. તેનું વજન ખૂબ જ વધી ગયું છે અને એને ઘટાડવું ખૂબ જ જરૂરી છે. સંજીવ બિહારના રહેવાસી છે અને તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું વૈભવ હજી પણ લિટ્ટી ચોખા ખાય છે તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ના હવે વૈભવ લિટ્ટી ચોખા નથી ખાતો. વાત જાણે એમ છે કે લિટ્ટી ચોખા બિહારની એક લોકપ્રિય વાનગી છે.

આ પણ વાંચો -‏‏‎ ટેસ્ટ ક્રિકેટ 4 દિવસની થશે? WTCમાં મોટા ફેરફારના સંકેત!

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વૈભવ ઈંગ્લેન્ડમાં છે અને તે અંડર-19 ઈન્ડિયન ટીમનો હિસ્સો છે. સંજીવને રાહુલ દ્રાવિડની વાત પર પૂરો ભરોસો છે. રાહુલે તેમને વચન આપ્યું છે કે તે વૈભવને ઈન્ડિયન ટીમમાં રમવા માટે તૈયાર કરશે.

સંજીવે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જ્યારે તેઓ આરઆરના હેડ કોચ રાહુલ દ્રાવિડને મળ્યા ક્યારે મહાન ક્રિકેટરે એમને જણાવ્યું હતું કે ચિંતા ના કરશો, હું તમને વચન આપું છું કે હું અને ફ્રેન્ચાઈઝી માટે નિર્ણય લેનારાઓ તમારા દીકરાને એ રીતે ઘડશે કે તે ટીમ ઈન્ડિયા માટે રમશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button