સ્પોર્ટસ

ચાર વર્ષ પછી બીસીસીઆઈએ કરી એવોર્ડની જાહેરાત, કાર્યક્રમમાં છવાઈ ગયા સ્ટાર ક્રિકેટર

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ચાર વર્ષ પછી વાર્ષિક પુરસ્કારની જાહેરાત કરી હતી, જેમાં સ્ટાર બેટર શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના સહિત અન્ય ક્રિકેટરને ક્રિકેટર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચની સિરીઝ પહેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકલુ પણ હાજર રહ્યા હતા. બીસીસીઆઇના એવોર્ડ ફંક્શનમાં ભારતના દિગ્ગજ ક્રિકેટર મહોમ્મદ શમી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહને એવોર્ડ મળ્યા હતા.

એવોર્ડ ફંક્શનમાં 2019થી 2023 સુધીના સર્વ શ્રેષ્ઠ ખેલડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લે 2019માં આ એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યું હતું. મંગળવારે યોજવામાં આવેલા એવોર્ડ ફંક્શનમાં મહોમ્મદ શમી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બૂમરાહ આ ખેલાડીઓને ક્રિકેટર ઑફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શુભમન ગિલને વર્ષ 2023 માટે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ શમીને 2019-20 માટે, રવિચંદ્રન અશ્વિનને 2020-21 માટે અને જસપ્રીત બુમરાહને 2021-22 માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મહિલા ખેલાડીઓમાં દીપ્તિ શર્માને 2023ની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાને 2020-22ની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. જ્યારે દીપ્તિ શર્માને 2019-20 માટે એવોર્ડ મળ્યો હતો.

મહાન ખેલાડી ફારૂક એન્જિનિયરને કર્નલ સીએકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ભારત માટે 46 ટેસ્ટ અને પાંચ વનડે રમી હતી. રવિ શાસ્ત્રીને પણ કર્નલ સીએકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીએ ભારત માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમી છે. તેઓ બે વખત ભારતીય ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. તેઓ 2014 થી 2016 વચ્ચે ટીમ ડાયરેક્ટર હતા. તે પછી તેઓ 2021 ટી-20 વર્લ્ડ કપ સુધી ટીમના મુખ્ય કોચ રહ્યા હતા.



જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ?
શુભમન ગિલ- ક્રિકેટર ઓફ ધ યર (2022-23)
જસપ્રીત બુમરાહ- ક્રિકેટર ઓફ ધ યર (2021-22)
રવિચંદ્રન અશ્વિન- ક્રિકેટર ઓફ ધ યર (2020-21)
મોહમ્મદ શમી- ક્રિકેટર ઓફ ધ યર (2019-20)
રવિ શાસ્ત્રી- સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
ફારૂક એન્જિનિયર- સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- યશસ્વી જયસ્વાલ (2022-23)
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- શ્રેયસ ઐય્યર (2021-22)
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- અક્ષર પટેલ (2020-21)
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- મયંક અગ્રવાલ (2019-20)
દિલીપ સરદેસાઈ એવોર્ડ- રવિચંદ્રન અશ્વિન (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ, 2022-23)
દિલીપ સરદેસાઈ એવોર્ડ- યશસ્વી જયસ્વાલ (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન, 2022-23)
લાલા અમરનાથ એવોર્ડ (ઘરેલુ ક્રિકેટમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન માટે)
બાબા અપરાજિત, ઋષિ ધવન અને રિયાન પરાગ
લાલા અમરનાથ એવોર્ડ (રણજી ટ્રોફીમાં ઓલરાઉન્ડ પ્રદર્શન માટે)
એમબી.મુરાસિંહ, શમ્સ મુલાની અને સારંશ જૈન
માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જયદેવ ઉનડકટ, શમ્સ મુલાની અને જલજ સક્સેના
માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન
રાહુલ દલાલ, સરફરાઝ ખાન અને મયંક અગ્રવાલ
આ મહિલા ખેલાડીઓને એવોર્ડ પણ મળ્યા
બેસ્ટ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ- પ્રિયા પુનિયા (2019-20)
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- શેફાલી વર્મા (2020-21)
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- સબીનેની મેઘના (2021-22)
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- અમનજોત કૌર (2022-23)
બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા) – દીપ્તિ શર્મા (2019-20 અને 2022-23)
બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા) – સ્મૃતિ મંધાના (2020-21 અને 2021-22)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?