
અનુષ્કા શર્મા (Anushshka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોતપોતાના ક્ષેત્ર બોલિવૂડ (bollywood) અને ક્રિકેટના બે મોટા નામ છે. આ કારણે તેઓ ભારતના સૌથી લોકપ્રિય અને સફળ યુગલોમાંથી એક છે. આજે IPL 2024ની 52મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન અનુષ્કા શર્મા પણ મેચની મજા માણવા સ્ટેડિયમ પહોંચી હતી. હવે અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સામે આવેલી તસવીરોમાં, અનુષ્કા શર્મા સફેદ પોશાકમાં સ્ટેન્ડ પર બેઠેલી, મેચનો આનંદ માણતી અને RCB માટે ચિયર કરતી જોવા મળે છે. પુત્ર અકાયના જન્મ પછી અનુષ્કા શર્મા પહેલીવાર સ્ટેડિયમમાં જોવા મળી છે. ચાહકો પણ તેને લાંબા સમય પછી જોઈને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. આ પહેલા અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર તેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેમાં તે વિરાટ અને તેના નજીકના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ તસવીરોમાં વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ જોવા મળ્યા હતા. આ સિવાય અનુષ્કા અને વિરાટના ઘણા નજીકના મિત્રો પણ જોવા મળ્યા હતા. આ તસવીરોમાં અનુષ્કા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આ દરમિયાન વિરાટના તમામ મહેમાનો બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા, જ્યારે અનુષ્કા લેવેન્ડર આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
અનુષ્કા શર્માએ વર્ષ 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે આદિત્ય ચોપરાની ફિલ્મ રબ ને બના દી જોડીથી અભિનયની શરૂઆત કરી હતી. તેની પહેલી જ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે સ્ક્રીન પર જોવા મળી હતી. આ પછી તેણે પાછું વળીને જોયું નથી અને પીકે, બેન્ડ બાજા બારાત, સુલતાન અને એ દિલ હૈ મુશ્કિલ જેવી ઘણી ફિલ્મો આપી. હાલમાં પુત્રી વામિકાના જન્મ પછી અભિનેત્રી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. અને હવે તે પુત્ર અકાયની માતા પણ બની ગઈ છે.
બે સંતાનોની માતા અનુશષ્કાની રાહ તેના ફેન્સ જોઈ રહ્યા છે.