સ્પોર્ટસ

આફ્રિદીએ આ ટીમને ગણાવી પોતાની ફેવરીટ…

ભારતે મેચમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને વર્લ્ડ કપ 2023માટે તેની જીતની હરોળમાં એક વધુ જીતનો ઉમેરો કર્યો હતો. ભારતની આ વખતની જીતમાં બોલરોએ અદ્ભુત બોલિંગ કરીને મેચની તાસીર બદલી નાખી હતી. ભારત તરફથી શમીએ 4 વિકેટ ઝડપી હતી જ્યારે જસપ્રીત બુમરાહે 3 વિકેટ લઈને ઈંગ્લેન્ડને પેવેલિયનમાં જવા માટે મજબૂર કરી દીધું હતું. ભારતની આ જીત બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના વખાણ કર્યા છે અને વર્લ્ડ કપ જીતવા માટે પોતાની ફેવરિટ ટીમનું નામ પણ આપ્યું હતું.

ભૂતપૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા આપી અને લખ્યું હતું કે છ મેચ જીતવી એ ખરેખર એક મોટી સિદ્ધી છે. આ તમારી ટીમની શારીરિક ક્ષમતા અને માનસિક શક્તિનો પુરાવો છે, તેથી ભારત આ વખતે વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે. ભારતીય ટીમ એક એવી ટીમ છે કે જેની વિરુદ્ધ ઘણી બધી બાબતો છે તેમ છતાં ટીમ ખૂબજ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

જો કે આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ આવા પ્રદર્શનની કોઈને આશા નહોતી. ઘણા ભૂતપૂર્વ દિગ્ગજો ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવા માટે દાવેદાર માનતા હતા. પરંતુ કમનસીબે આ વખતે ઇંગ્લેન્ડ ટીમ નિષ્ફળ રહી છે. ઈંગ્લેન્ડ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે અને તે પણ બાંગ્લાદેશ સામે. નોંધનીય છે કે આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે . હવે ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સાથે મેચ રમવાની છે. તેમજ પાકિસ્તાન સાથેની મેચ પણ હજુ બાકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button