ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 માં રવિવારે સૌથી મોટો અને પ્રથમ અપસેટ સર્જાયો હતો. અફઘાન ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. ઈંગ્લેન્ડે 2019 ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, પરંતુ આ વખતે અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડની ટીમે સ્પિનરો સામે ઘૂંટણિયે પડી ગઇ હતી. ટીમે સ્પિનરો સામે સૌથી વધુ 8 વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડની ટીમની આ શરમજનક હારનું એકમાત્ર અને સૌથી મોટું કારણ તેની જ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી જોનાથન ટ્રોટ છે. ટ્રોટે ઇંગ્લેન્ડ માટે ‘ઘરના ભેદી’ જેવું કામ કર્યું છે.
તમને વિચાર આવશે કે ટ્રોટ તો ઇંગ્લેન્ડની ટીમમાં પણ સામેલ નથી તો પછી તેના માથે કેમ હારનું મટકું ફોડવામાં આવે છે તો તમને જણાવી દઇએ કે જોનાથન ટ્રોટ હાલમાં અફઘાન ટીમના મુખ્ય કોચ છે. આ 42 વર્ષીય અનુભવી ખેલાડીએ 8 વર્ષ (2007 થી 2015) ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમી છે. 2011 ODI વર્લ્ડ કપ ભારતમાં જ યોજાયો હતો. ટ્રોટે તે સિઝનમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 422 રન બનાવ્યા હતા. તે દરમિયાન તેમની એવરેજ પણ 60.28 હતી અને તેમણે 5 અડધી સદી ફટકારી હતી.
આ વખતે પણ વર્લ્ડ કપ ભારતમાં જ યોજાયો છે. આવી સ્થિતિમાં ટ્રોટે અફઘાનિસ્તાનને ભારતીય પીચોનો બહેતર અનુભવ આપ્યો અને પોતાની જ ઈંગ્લેન્ડની ટીમને હરાવી દીધી. ટ્રોટ તેની અંગ્રેજ ટીમના આયોજન, ખેલાડીઓ અને સ્ટાફ વિશે વધુ સારી રીતે વાકેફ છે. તે અંગ્રેજી ખેલાડીઓની સારી સમજ ધરાવે છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ટ્રોટના અનુભવનો ફાયદો ઉઠાવીને ઈંગ્લેન્ડ સામે વ્યાપક તૈયારીઓ કરી હતી જે મેચમાં કામમાં આવી હતી.ટ્રોટે જોરદાર રીતે સ્પિનરો માટે જાળ બિછાવી હતી, જેમાં ઈંગ્લેન્ડની ટીમ ફસાઈ ગઈ હતી. ટ્રોટે ઈંગ્લેન્ડના બોલરો સામે અફઘાન બેટ્સમેનોને પણ વધુ સારી રીતે તૈયાર કર્યા હતા.
અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝે 80 રનની અને વિકેટકીપર બેટ્સમેન ઇકરામ અલી ખિલે 58 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના આધારે અફઘાનિસ્તાને 284 રન બનાવ્યા હતા. આ પછી ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં 215 રન બનાવીને સ્પિન જાળમાં ફસાઈ ગઈ હતી.
અફઘાનિસ્તાન તરફથી ઓફ સ્પિનર મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ નબીને 2 સફળતા મળી હતી. આ રીતે અફઘાન સ્પિનરોએ મેચમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. જ્યારે ઝડપી બોલર વીન ઉલ હક અને ફઝલહક ફારૂકીએ 1-1 વિકેટ લીધી હતી. નોંધનીય છે કે અફઘાન ટીમના મેન્ટર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજય જાડેજા છે.
ટ્રોટે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઈંગ્લેન્ડની ટીમને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ અફઘાન ટીમ દુનિયાની કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. અમે દરેક મેચ જીતવાના ઈરાદા સાથે પ્રવેશીએ છીએ અને અમે માનીએ છીએ કે અમે જીતી શકીશું.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ