ન્યૂ ઝીલૅન્ડના ભારતીય મૂળના ક્રિકેટરની ગર્લફ્રેન્ડ એટલે જાણે અપ્સરા જ જોઈ લો!

વડોદરાઃ ભારતીય મૂળનો ક્રિકેટર આદિત્ય અશોક હાલમાં ભારતના પ્રવાસે આવેલી ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં છે અને ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે તે નવો હોવાથી તે ખૂબ ચર્ચામાં છે એટલું જ નહીં, તેની ગર્લફ્રેન્ડ એલી ટૂગૂડ પણ લોકોમાં ફેમસ થઈ રહી છે.
ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રવિવાર, 11મી જાન્યુઆરીએ સિરીઝની પ્રથમ વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) રમાશે. 23 વર્ષનો આદિત્ય અશોક (Aditya Ashok) સ્પિનર છે. તે લેગબ્રેક ગૂગલી સ્પેશ્યાલિસ્ટ છે. ન્યૂ ઝીલૅન્ડ વતી તે બે વન-ડે અને એક ટી-20 રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ બે વિકેટ લીધી છે. તેણે માત્ર 23 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 78 વિકેટ લીધી છે અને 359 રન કર્યા છે.

આ પણ વાંચો : IPL 2026માં RCB ની હોમ મેચ બેંગલુરુમાં નહીં રમાય! આ શહેરને મળી શકે છે લાભ
આદિત્ય અશોકનો જન્મ 2002ની સાલમાં તમિળનાડુના વેલ્લોરમાં થયો હતો. તે ચાર વર્ષની ઉંમરે પરિવાર સાથે ન્યૂ ઝીલૅન્ડમાં સ્થાયી થયો હતો.
આદિત્યની પ્રેમિકા એલી ટૂગૂડ (Ellie Toogood) સોશ્યલ મીડિયામાં ખૂબ સક્રિય રહેતી હોય છે. આદિત્ય જ્યારે કોઈ મૅચ રમવાનો હોય ત્યારે એલી તેને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં અચૂક પહોંચી જાય છે. એલી કયા વ્યાવસાયમાં છે એ વિશે તો કોઈ જાણ નથી, પણ તે ઇંગ્લૅન્ડમાં રહે છે અને હાલમાં આદિત્ય સાથે ન્યૂ ઝીલૅન્ડમાં રહે છે. એલીને ડૉગી પાળવાનો ખૂબ શોખ છે અને ઘોડેસવારી પણ તેને ખૂબ પ્રિય છે.



