સ્પોર્ટસ

ઍડિલેઇડમાં પહેલા દિવસે રસાકસી વચ્ચે ગરમાગરમી, કોહલી-બુમરાહે લાબુશેનને નિશાન બનાવ્યો…

ઍડિલેઇડઃ અહીં પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નો પ્રથમ દિવસ સંપૂર્ણપણે ઑસ્ટ્રેલિયાના નામે હતો. જોકે બન્ને ટીમ વચ્ચે રસાકસી તો થઈ જ હતી અને એમાં એક તબક્કે મેદાન પર વાતાવરણ થોડું ગરમ હતું. વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયન બૅટર્સ માર્નસ લાબુશેન અને નૅથન મૅક્સ્વીનીને કંઈક કહ્યું ત્યાર પછી જસપ્રીત બુમરાહના એક બૉલમાં લાબુશેન ડિફેન્સિવ રમ્યો ત્યાર બાદ બુમરાહ ફૉલો-થ્રુમાં બૉલ ઊંચકતી વખતે લાબુશેન સામે ઘૂરક્યો હતો એટલે લાબુશેનની એકાગ્રતા તૂટી હતી.

આ પણ વાંચો : બર્થ-ડે બૉય બુમરાહની વિકેટોની હાફ સેન્ચુરી’, અશ્વિન અને જાડેજા પણફિફ્ટી’થી બહુ દૂર નથી

https://twitter.com/i/status/1864984124316094537

કોહલીએ જસપ્રીત બુમરાહને `જસ, તેને કંઈ ખબર જ ન પડી, ગૂંચવાઈ ગયો છે’ એવા સૂરમાં કહ્યું હતું. બુમરાહ ઘૂરકી રહ્યો હતો ત્યારે લાબુશેન તેની સામે કંઈક બબડ્યો હતો અને પોતાને આઉટ કરી બતાવ એવો પડકાર ફેંકતો સંકેત બુમરાહ સામે કર્યો હતો. રિષભ પંત અને કોહલી હસી પડ્યા હતા અને બુમરાહ પોતાની રન-અપ પર પાછો ગયો હતો.

શુક્રવારે પહેલાં તો યજમાન ટીમે ભારતને 180 રનમાં આઉટ કરી દીધું અને ત્યાર બાદ એક વિકેટે 86 રન બનાવી લીધા હતા. પ્રારંભિક દિવસની રમતને અંતે કાંગારૂઓ વળતી લડત બાદ ભારતથી માત્ર 94 રન પાછળ હતા. મિચલ સ્ટાર્ક (14.1-2-48-6) પહેલા દિવસનો સુપરસ્ટાર હતો.

આ પણ વાંચો : પીએમ મોદીએ એશિયન જુનિયર હૉકી ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે …

ઓપનર ઉસમાન ખ્વાજા (13 રન) સસ્તામાં આઉટ થઈ ગયો ત્યાર બાદ સાથી-ઓપનર નૅથન મૅક્સ્વીની 38 રને અને માર્નસ લાબુશેન 20 રને નૉટઆઉટ હતો. ઑસ્ટ્રેલિયાની એકમાત્ર વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી. બુમરાહ 2024માં 50 વિકેટ લેનાર એકમાત્ર બોલર બન્યો એટલે ખૂબ જોશમાં હતો.

https://twitter.com/i/status/1864998218796536214

ભારતે આ મૅચમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને અનુભવી ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને ઇલેવનમાં સમાવ્યો છે અને તેને ફક્ત એક ઓવર બોલિંગ મળી હતી જે મેઇડન રહી હતી. મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને પણ વિકેટ નહોતી મળી.

એ પહેલાં, ભારતીય ટીમ 45મી ઓવરમાં 180 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. પર્થની જેમ અહીં પણ પ્રથમ દાવમાં ભારતની બૅટિંગ લાઇન-અપ ફસડાઈ પડી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button