નવી દિલ્હીઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટના વન-ડે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસની સૌથી મોટી ઘટના બની હતી. શ્રી લંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં શ્રી લંકાના અનુભવી બેટર એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપ્યા પછી તેને મેદાનમાં ગુસ્સામાં આવી જઈને હેલ્મેટ ફેંક્યું હતું, તેથી આઈસીસી તેના પર કાર્યવાહી કરે તો નવાઈ નહીં.
મેથ્યુસને પચીસમી ઓવરના ત્રીજા બોલમાં મેદાનમાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને તેની સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી, ત્યારબાદ તેને પેવેલિનય ભેગા થવું પડ્યું હતું. મેથ્યુસે અમ્પાયર સાથે ચર્ચા કર્યા પછી પેવેલિયન પરત ફરવું પડ્યું હતું, પરંતુ બાઉન્ડરી પાર કર્યા પછી મેદાનમાં ગુસ્સામાં જોવા મળ્યો હતો.
મેથ્યુસે ઈન્ટરનેશલ ક્રિકેટમાં ટાઈમ આઉટ થનારો પહેલા બેટર છે. આ અગાઉ કોઈ બેટર થયો નથી. મેથ્યુસ જ્યારે બેટિંગમાં હતો ત્યારે હેલ્મેટની સ્ટ્રિપ તૂટી ગઈ હતી પછી તેને બીજું હેલ્મેટ મગાવ્યું હતું, પરંતુ એ વખતે બાંગ્લાદેશના ખેલાડીઓએ તેની સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. નિયમ મુજબ વિકેટ પડ્યા પછી આગામી બેટરને બોલ ફેસ કરવાનો હોય છે, પરંતુ મેથ્યુસે એમ કર્યું નહોતું. જો બાંગ્લાદેશે અપીલ કરી ન હોત તો મેથ્યુસ આઉટ થયો નહોતો.
બાંગ્લાદેશે અપીલ કર્યા પછી અમ્પાયરની વચ્ચે ચર્ચા ચાલી હતી, પરંતુ અમ્પાયર માન્યા નહોતા. પછી મેથ્યુસે બાંગ્લાદેશની ટીમ સાથે વાત કરી હતી, પણ માની નહોતી અને નિયમો અનુસાર આઉટ આપ્યો હતો. મેથ્યુસને ગુસ્સો આવ્યા પછી બાઉન્ડરી પાર કર્યા પછી ગુસ્સામાં હેલ્મેટ ફેંક્યું હતું. હવે આઈસીસીના નિયમ પ્રમાણે કોઈ પણ ખેલાડી આવી હરકત કરી શકે નહીં. ક્રિકેટના સામાનને આ રીતે ફેંકવું કે પછી તોડફોડ કરવા મુદ્દે સજા મળી શકે છે. એટલું જ નહીં, દંડ પણ થઈ શકે છે. હવે જોવાનું રહેશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી ઘટના છે જ્યારે કોઈ બેટ્સમેનને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હોય. ક્રિકેટમાં 11 પ્રકારના આઉટ છે. અત્યાર સુધીમાં ઘણા બેટ્સમેન 10 રીતે આઉટ થયા હતા, પરંતુ કોઈનો સમય આઉટ થયો ન હતો. ભારતના મહાન બેટ્સમેન સૌરવ ગાંગુલી આમ તો 2006-07માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ન્યૂલેન્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં મોડેથી પહોંચ્યા હતા, પરંતુ તે સમયે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથે તેની સામે અપીલ કરી ન હતી, તેથી તેને આઉટ કરવામાં આવ્યો ન હતો.
Taboola Feed