સ્પોર્ટસ

અબુધાબી ટી-10 ટીમના કોચ પર આઇસીસીનો છ વર્ષનો પ્રતિબંધ

અબુધાબી/દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ક્રિકેટને લગતા ભ્રષ્ટાચાર (મૅચો ફિક્સ કરવાના પ્રયાસ બદલ) બદલ અબુધાબી ટી-10 ટૂર્નામેન્ટના એક ફ્રૅન્ચાઇઝીના ભૂતપૂર્વ સહાયક કોચ સની ધિલ્લોન પર છ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ બૅન તમામ પ્રકારની ક્રિકેટ મૅચો સંબંધમાં છે.

ધિલ્લોન સામે ગયા વર્ષે આરોપ મૂકવામાં આવ્યા હતા અને હવે એ સાબિત થયા હોવાનું જાણીને આઇસીસીએ 13 સપ્ટેમ્બર, 2023થી લાગુ પડે એ રીતે તેના પર છ વર્ષનો પ્રતિબંધ લાગુ કર્યો છે.

આઇસીસીએ સની ધિલ્લોન જેની સાથે સંકળાયેલો હતો એ ફ્રૅન્ચાઇઝીનું નામ નથી જાહેર કર્યું, પરંતુ એક જાણીતી સ્પોર્ટ્સ વેબસાઇટના અહેવાલ મુજબ ધિલ્લોને પુણે ડેવિલ્સની ટીમને કોચિંગ આપ્યું હતું.

આ પણ વાંચો : આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન જય શાહે હેડ-ક્વૉર્ટરની મુલાકાત લીધા પછી સંકલ્પ જાહેર કર્યો કે…

પીટીઆઇના અહેવાલ મુજબ આઇસીસીએ એક સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે `સની ધિલ્લોને એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ભ્રષ્ટાચાર-વિરોધી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાથી તેના પર છ વર્ષનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
ધિલ્લોન સહિત આઠ જણ સામે એવો આક્ષેપ હતો કે તેમણે 2021ની ટી-10 સ્પર્ધા દરમ્યાન કેટલીક મૅચોના પરિણામ પોતાની રીતે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આઇસીસીના ડેઝિગનેટેડ ઍન્ટિ-કરપ્શન ઑફિશિયલ (ડીએસીઓ) દ્વારા તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. અન્ય જેમની સામે ફિક્સિંગ માટેના પ્રયત્નો થયા હોવાનો આક્ષેપ થયો હતો એમાં પરાગ સંઘવી તથા ક્રિશન કુમાર ચૌધરીનો સમાવેશ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button