આપણો ક્રિકેટર નંબર-વન થતાં જ છવાઈ ગયો! જુઓ શું કર્યું…

નવી દિલ્હી: ફિલ્મ સ્ટાર અને મૉડલ જેવો દેખાતો આપણો યુવાન ક્રિકેટર અભિષેક શર્મા આઈપીએલમાં તો બે વર્ષથી ધૂમ મચાવી જ રહ્યો છે, હવે તે ટી-20 ઇન્ટરનૅશનલમાં વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન થઈ ગયો છે અને બુધવારે તે આ અપ્રતિમ સિદ્ધિ મેળવ્યા બાદ પાટનગર દિલ્હી (Delhi)ની એક ઇવેન્ટમાં છવાઈ ગયો હતો. તેણે રૅમ્પ પર કૅટવૉક (CATWALK) કર્યું હતું.
દિલ્હીમાં ‘ ઇન્ડિયા કૂટ્યર વીક 2025′ નામની ઇવેન્ટમાં પંજાબી પુત્તરે રૅમ્પ પર એન્ટ્રી કરી એ સાથે ચાહકોએ બૂમો પાડીને તેને ચિયર-અપ કર્યો હતો. તેણે ડિઝાઇનર જેજે વાલયા નામના ડિઝાઇનર માટે કૅટવૉક કર્યું હતું.
અભિષેક (ABHISHEK SHARMA) પરંપરાગત આઉટફિટમાં અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ખૂબ અલગ અને આકર્ષક દેખાતો હતો.
આપણ વાંચો: આઈપીએલઃ મેદાન પર બબાલ બાદ દિગ્વેશ રાઠી અને અભિષેક શર્માને મળી આ સજા, જાણો વિગત
24 વર્ષનો અભિષેક શર્મા ભારત વતી 17 ટી-20 મૅચ અને આઈપીએલમાં 77 મૅચ રમી ચૂક્યો છે. તે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અને સ્પિનર છે.
આપણ વાંચો: IPL 2025: દિગ્વેશ રાઠી અને અભિષેક શર્મા વચ્ચે મેદાન પર થઈ માથાકૂટ, વીડિયો થયો વાઇરલ…
રૅમ્પ પરના કૅટવૉક દરમ્યાન તે ગોઠણ સુધીના ઑફ-વાઈટ કલરના કુર્તા અને ચૂડીદારમાં સજ્જ હતો. કુર્તા પર પૅસ્ટલ અને અર્ધી ટૉન્સમાં ફ્લૉરલ એમ્બ્રોઈડરી પૅટર્ન હતી. તેણે કુર્તા સાથેનું મૅચિંગમાં બંધ-કોલર ફ્લૉરલ જૅકેટ પણ પહેર્યું હતું જેને લીધે તેના આઉટફિટમાં અને શૉસ્ટોપર લૂકમાં વધુ ટ્રેડિશનલ ઇફેક્ટ જોવા મળી હતી.
અભિષેક શર્માને આઈસીસીએ બુધવારે ટી-20 ઇન્ટરનૅશનલના નવા નંબર-વન બૅટ્સમૅન તરીકે જાહેર કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ અભિષેકે રૅમ્પ પર પ્રભાવ પાડ્યો હતો. તેણે ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ પાસેથી આ નંબર વનની રૅન્ક આંચકી લીધી છે.