`તૂ અગર 15 બાર ઝીરો કરેગા તો ભી તુઝે ટીમ મેં રખૂંગા’…એવી ગૅરન્ટીએ અભિષેકને સુપરસ્ટાર બનાવી દીધો

જલંધરઃ ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને સૌથી મોટો આદર્શ માને છે, પરંતુ ભારતની ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક (ABHISHEK SHARMA)ને જે કહ્યું એનાથી તેનો ઉત્સાહ અનેકગણો વધી ગયો હતો અને એશિયા કપનો સુપરસ્ટાર બૅટ્સમૅન બની ગયો હતો.
અભિષેકે એશિયા કપમાં સૌથી વધુ 314 રન કર્યા હતા અને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટના પુરસ્કાર સાથે તેણે ઇનામમાં કાર જીતી લીધી હતી. તેણે ખાસ કરીને પાકિસ્તાન સામેની 21મી સપ્ટેમ્બરની મૅચમાં મૅચ-વિનિંગ 74 રન કર્યા હતા અને એ 74 રન તેની તમામ સાત ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ હતા.

મૂળ પંજાબનો અભિષેક 2024ની આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો અને એને પગલે જુલાઈ, 2024માં તેને ભારત વતી પહેલી વાર રમવાનો મોકો મળ્યો હતો. જોકે ત્યારે હરારેમાં તે ઝિમ્બાબ્વે સામે કરીઅરની પહેલી જ ટી-20માં શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો. એ મૅચમાં શુભમન ગિલ ટી-20 ટીમનો કૅપ્ટન હતો, પરંતુ પછીથી સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનું સુકાન સોંપવામાં આવ્યું ત્યારે તેણે અભિષેકને ખાતરી (GUARANTEE) આપી હતી કે ` તૂ અગર 15 બાર ઝીરો કરેગા તો ભી તુઝે ટીમ મેં રખૂંગા.
આ પણ વાંચો: એશિયા કપમાં અભિષેક શર્મા ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’ બનતા મળી કરોડોની કાર, જાણો કિંમત?
અભિષેકે બ્રેકફાસ્ટ વિથ ચૅમ્પિયન્સ' નામના શૉના લેટેસ્ટ એપિસોડમાં પહેલી વાર જાહેર કર્યું હતું કે કૅપ્ટન (સૂર્યકુમાર)એ તેના પર જે વિશ્વાસ મૂક્યો હતો એને લીધે તે વધુ સારો બૅટ્સમૅન બની શક્યો છે. અભિષેકે મુલાકાતમાં કહ્યું,
ઑક્ટોબર, 2024માં હું બાંગ્લાદેશ સામેની સિરીઝની ત્રણ-ચાર ઇનિંગ્સમાં વહેલો આઉટ થઈ ગયો હતો. જોકે ત્યારે કૅપ્ટન સૂર્યકુમારે મને કહેલું કે તૂ અગર પંદ્રહ ઝીરો કરેગા, અગલા મૅચ ભી તૂ હી ખેલેગા.’
અભિષેકે એ વચન વિશે સૂર્યકુમારને પૂછ્યું, પાજી, ખરેખર મારા પર તમે આટલો બધો વિશ્વાસ મૂકશો?' સૂર્યકુમારે જવાબમાં કહ્યું,
આ ખાતરી હું તને લેખિતમાં આપી શકું.’ ત્યાર બાદ અભિષેકનો આત્મવિશ્વાસ વધી ગયો હતો અને તે ભારત વતી સારું રમીને પોતાનું અને દેશનું નામ રોશન કરવા વધુ મક્કમ થયો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાની બોલરો સાથે બોલચાલ મામલે અભિષેક શર્માએ મેચ બાદ આપ્યો સડ્સડતો જવાબ