અભિષેકનું પત્તું ત્રીજી ટી-20 ની ટીમમાંથી કપાઈ શકે, શું હોઈ શકે સંભવિત ઇલેવન?
સેન્ચુરિયનઃ ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામે તાજેતરમાં ટેસ્ટ-શ્રેણી 0-3થી ગુમાવી એ માટે ભારતીય બૅટિંગ-ઑર્ડર જવાબદાર હતો એમ સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટી-20 સિરીઝમાં પણ મહદઅંશે એવું બની રહ્યું છે. ખાસ કરીને ટૉપ-ઑર્ડરમાં અભિષેક શર્મા અપેક્ષા કરતાં ઘણો ઊણો ઉતરી રહ્યો છે. તેણે 2024ની આઇપીએલમાં જે ધમાલ મચાવી હતી એવું આ સિરીઝમાં જરાય નથી જોવા મળ્યું. તેને આવતી કાલની (બુધવારની) ત્રીજી ટી-20માં કદાચ ન પણ રમવા મળે.
આ પણ વાંચો : તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારેય મૅચ નહીં રમાય? પીસીબીનો મિજાજ તમને ચિંતામાં મૂકી દેશે…
અભિષેક છેલ્લી 10 ઇનિંગ્સમાં ભાગ્યે જ સારું રમ્યો છે. એમાં તેના સ્કોર આ મુજબ છેઃ 4, 7, 7, 34, 58, 35, 4, 15, 16 અને 14.
ભારતે શ્રેણીની પ્રથમ મૅચ 61 રનથી જીતી લીધી હતી, પણ બીજી મૅચમાં ભારત ફક્ત 124 રન બનાવી શક્યું અને યજમાન ટીમે ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો.
પહેલી બે મૅચમાં અનુક્રમે ચાર અને સાત રન બનાવી શકનાર ઓપનર અભિષેક શર્મા ત્રીજી ટી-20 માટેની પ્લેઇંગ ઇલેવનની બહાર થઈ શકે એમ છે. જોકે ભારતીય સ્ક્વૉડમાં સંજુ સૅમસનની સાથે મોકલી શકાય એવો બીજો કોઈ સારો ઓપનર નથી એટલે તિલક વર્માને ઓપનિંગમાં મોકલવો પડે અથવા વિકેટકીપર જિતેશ શર્માને ઇલેવનમાં સમાવવો પડે. આમાંથી કોઈ એક નિર્ણય લેવાય અને જો ફરી નિષ્ફળતા જોવી પડે તો પણ ટીમ-મૅનેજમેન્ટની ટીકા થયા વિના રહે નહીં.
પેસ બોલિંગમાં આવેશ ખાન અપેક્ષા જેવું નથી રમી શક્યો. બે મૅચમાં તેણે કુલ બે વિકેટ લીધી છે. તેની જગ્યાએ યશ દયાલને અથવા વિજયકુમાર વૈશાકને મોકો મળી શકે.
ટીમ ઇન્ડિયામાં અત્યારે અર્શદીપ સિંહના રૂપમાં એક લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર છે એટલે બીજા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને ઇલેવનમાં સમાવાશે એની શક્યતા ઓછી છે.
આ પણ વાંચો : ભારતની પ્રથમ ટેસ્ટ માટેની પર્થની પિચ કેવી હશે જાણો છો?
ભારતની સંભવિત ઇલેવનઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા/જિતેશ શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, અક્ષર પટેલ,
વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, આવેશ ખાન/વિજયકુમાર વૈશાક અને અર્શદીપ સિંહ.