સ્પોર્ટસ

ઈશ્વરનની સેન્ચુરી, પણ સૂર્યાએ નિરાશ કર્યા…

દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા-ડીના સૅમસનની સદી પછી અર્શદીપનો ત્રણ વિકેટનો તરખાટ

અનંતપુર: દુલીપ ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચના બીજા દિવસે ઇન્ડિયા-ડીનો દાવ કૅપ્ટન સંજુ સૅમસન (106)ની સદી બાદ 349 રને સમાપ્ત થયો ત્યાર પછી ઇન્ડિયા-બી ટીમે રમતના અંત સુધીમાં છ વિકેટે 210 રન બનાવ્યા હતા. અભિમન્યુ ઈશ્વરને સદી ફટકારી હતી, પણ સૂર્યકુમાર યાદવે નિરાશ કર્યાં હતા.

આ પણ વાંચો : ‘ખેલતેં કમ, બોલતે ઝયાદા હૈ’…ભૂતપૂર્વ કૅપ્ટને દિગ્ગજ બૅટરને વિરાટ પરથી કંઈક શીખવાની સલાહ પણ આપી

ઇન્ડિયા-ડીના અર્શદીપ સિંહની ત્રણ વિકેટ અને પેસ બોલર આદિત્ય ઠાકરેની બે વિકેટને કારણે ઇન્ડિયા-બીનો દાવ છ વિકેટે 210 રન સુધી સીમિત રહ્યો હતો. જોકે ઇન્ડિયા-બીના કૅપ્ટન અભિમન્યુ ઈશ્ર્વરન (116)ની સેન્ચુરી આ દાવની મોટી ખાસિયત હતી. જોકે ઈજામાંથી મુક્ત થઈને ફરી રમી રહેલા સૂર્યકુમાર યાદવે ઇન્ડિયા-બી વતી ફક્ત પાંચ રન બનાવીને અસંખ્ય ચાહકોને નિરાશ કર્યા હતા. તેને અર્શદીપ સિંહે કૅચઆઉટ કરાવ્યો હતો.

બીજી મૅચમાં મયંક અગરવાલની કૅપ્ટન્સીવાળી ઇન્ડિયા-એ ટીમના 297 રનના જવાબમાં ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સીએ સાત વિકેટે 216 રન બનાવ્યા હતા.

ગાયકવાડની ટીમ હજી પણ મયંકની ટીમથી 81 રન પાછળ હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…