સ્પોર્ટસ

અભય હડપ બન્યા મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના નવા સેક્રેટરી

સચિનના સપોર્ટવાળા ઉમેદવાર સામતનો પરાજય

મુંબઈ: મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના નવા સેક્રેટરીપદે અભય હડપ ચૂંટાયા છે. તેમણે સૂરજ સામતને પરાજિત કર્યા હતા.
ગયા જુલાઈમાં સેક્રેટરી અજિંક્ય નાઇક એમસીએના પ્રમુખ બનતાં આ ચૂંટણી રાખવામાં આવી હતી જેમાં સામતને સચિન તેન્ડુલકરનો સપોર્ટ હતો.
હડપ અને સામત, બન્ને એમસીએની ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર છે.
અમોલ કાળેનું તાજેતરમાં નિધન થતાં એમસીએનું પ્રમુખપદ ખાલી પડ્યું હતું અને એના પર અજિંક્ય નાઇકની વરણી થઈ હતી.

મૈદાન ક્રિકેટ માટે અભય હડપ ખૂબ કામ કરવા માગે છે અને તેઓ બહુ જલદી વાર્ષિક સામાન્ય સભા યોજવા માગે છે.
સામત ખેલાડીઓના સિલેક્શનમાં પારદર્શકતા ઇચ્છે છે. તેમના મતે બાળકો, ટીનેજરો અને યુવા ખેલાડીઓ સારું પર્ફોર્મ કર્યા પછી પણ સંબંધિત ટીમમાં સિલેક્ટ ન થાય એટલે નિરુત્સાહ થઈ જતા હોય છે.

મંગળવારે એમસીએમાં ચૂંટણી વખતે જાણીતા ખેલાડીઓ ખુદ સચિન તેન્ડુલકર તેમ જ કરસન ઘાવરી, દિલીપ વેન્ગસરકર, ડાયના એદલજી, અજિંક્ય રહાણે, એબી કુરુવિલા, નીલેશ કુલકર્ણી, અભિષેક નાયર, પિચ ક્યૂરેટર નદીમ મેમણ વગેરે ઉપસ્થિત હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button