Aaqib Javed to Replace Jason Gillespie as Pakistan Coach

પાકિસ્તાન ક્રિકેટનું શું થવા બેઠું છે? ગૅરી કર્સ્ટન છોડી ગયા અને હવે જેસન ગિલેસ્પીને તગેડી મૂકવો છે…


કરાંચી: 2011માં હેડ-કોચ તરીકે ભારતને વન-ડેનો વર્લ્ડ કપ અપાવનાર સાઉથ આફ્રિકાના ગૅરી કર્સ્ટનને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજી થોડા મહિના પહેલાં, જ વન-ડે અને ટી-29 ટીમના હેડ-કોચ તરીકે નીમ્યા હતા, પરંતુ તેઓ ટીમ-સિલેક્શનના મુદ્દે અધિકાર પાછા ખેંચાતા થોડા દિવસ પહેલાં પાકિસ્તાનની ટીમ છોડી ગયા ત્યાર બાદ હવે ટેસ્ટ ટીમના વર્તમાન કોચ જેસન ગિલેસ્પીને ક્રિકેટ બોર્ડે ફક્ત એક જ ટેસ્ટ સિરીઝ માટે કોચપદે ચાલુ રહેવા કહ્યું છે. પાકિસ્તાન બોર્ડ હવે ગિલેસ્પીને પણ જાકારો આપવાની તૈયારીમાં છે.


Also read: IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આવી હોઈ શકે છે પ્લેઈંગ 11


ગિલેસ્પીને સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે જ કોચિંગની જવાબદારી સોંપાઈ છે. ગિલેસ્પીનો બોર્ડ સાથેનો કોન્ટ્રેક્ટ 2026ની સાલ સુધીનો છે, પણ સત્તાધીશોએ ગિલેસ્પીને કહી દીધું છે કે કરાર ભવિષ્યમાં ચાલુ રખાશે કે નહીં એની હમણાં કોઈ ગેરંટી અમે નહીં આપીએ. ક્રિકેટને લગતી એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અકીબ જાવેદને કર્સ્ટન અને ગિલેસ્પીના સ્થાને નવો હેડ-કોચ બનાવવાની તૈયારી પણ કરી લીધી છે. અકીબ હાલમાં સિલેક્શન કમિટીનો મેમ્બર છે.


Also read: SL vs NZ: શ્રીલંકાની ટીમનો ઘરઆંગણે દબદબો, બીજી વનડેમાં પણ ન્યૂઝીલેન્ડને પછાડ્યું


ભૂતપૂર્વ રાઈટ આર્મ ફાસ્ટ બોલર અકીબ જાવેદ 52 વર્ષનો છે. તે 1989થી 1998 દરમિયાન પાકિસ્તાન વતી કુલ 185 મૅચ રમ્યો હતો. કહેવાય છે કે થોડા અઠવાડિયા અગાઉ નવી સિલેક્શન કમિટી નીમાઈ ત્યાર પછી ગૅરી કર્સ્ટન તથા ગિલેસ્પીનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેનું અંતર વધતું ગયું હતું.

Back to top button