સ્પોર્ટસ

પાકિસ્તાની ક્રિકેટરે કૅપ પર નંબર 804 લખાવ્યો એટલે 14 લાખ રૂપિયાની પેનલ્ટી થઈ, જાણો ખરું કારણ શું છે…

હોટલ પર મોડા પહોંચવા બદલ અન્ય ખેલાડીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને કુલ 33 લાખ રૂપિયાની પેનલ્ટી કરી છે. કારણ એ છે કે તેમણે ક્રિકેટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી આચારસંહિતાનો તાજેતરમાં ભંગ કર્યો હતો. આમેર જમાલને 14 લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે. તેમ જ સલમાન આગા, સાઈમ અયુબ તથા અબ્દુલ્લા શફીક સહિતના ખેલાડીઓને પાંચ-પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે છે.

Also read : અફઘાનિસ્તાનના ટી-20ના રેકૉર્ડ-બે્રક ખેલાડીની બે વર્ષની પુત્રીનું નિધન

પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન કેટલાક રાજકીય અને આર્થિક ગુનાઓ બદલ હાલમાં જેલમાં છે. તેને 804નો કેદી નંબર આપવામાં આવ્યો હોવાથી તેના ચાહકો ઘણીવાર પોતાની ઇવેન્ટ દરમિયાન ઇમરાનનો 804 નંબર બતાવીને તેના પ્રત્યેની એકતા અને સંગઠિતતાની ખાતરી બતાવતા હોય છે. ‘મેરા યાર, તેરા યાર, કેદી નંબર 804’… એવું થોડા મહિનાઓથી પાકિસ્તાનમાં સ્થાનિક ક્રિકેટ મૅચ દરમિયાન ઇમરાન ખાનના ચાહકો સ્ટેન્ડમાંથી મોટા અવાજે બોલતા હોય છે.

આમેર જમાલે તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ વખતે પોતાની કૅપ પર 804 નંબર લખાવ્યો હતો જે બદલ તેને 14 લાખ રૂપિયાની પેનલ્ટી તો કરવામાં આવી છે એ ઉપરાંત તેને તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં નહોતો સમાવવામાં આવ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નિયમ છે કે ક્રિકેટ મૅચ કે સિરીઝ દરમિયાન કોઈપણ ખેલાડી કોઈપણ પ્રકારનો રાજકીય કે અંગત પ્રચાર ન કરી શકે.

Also read : સવા છ કરોડના હૅરી બ્રૂક પર બીસીસીઆઇનો પ્રતિબંધ, બ્રિટિશ બોર્ડને ‘ચેતવણી’

તાજેતરમાં સાઉથ આફ્રિકા ખાતેના પ્રવાસમાં સલમાન આગા જેને તાજેતરમાં જ નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે તે તેમ જ સાઈમ અયુબ અને અબ્દુલ્લા શફીક સિરીઝ દરમિયાન એક દિવસ હોટલ પર મોડા પહોંચ્યા એ બદલ દરેકને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે સાઉથ આફ્રિકા સામેની જીત બાદ થોડી રકમ તેમને પાછી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button