સ્પોર્ટસ
ખાસ ભારત માટે ગયાનામાં વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ડે-મૅચ રાખવામાં આવી
નવી દિલ્હી: પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ સેમિ ફાઇનલ 26મી જૂને અને બીજી સેમિ ફાઇનલ 27મી જૂને રમાશે.
નવા શેડ્યૂલ મુજબ જો ભારત સેમિ ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે તો ભારત બીજી સેમિ ફાઇનલમાં જ રમશે અને એ મૅચ ગયાનામાં રમાશે.
ભારતની ટીમ એ સેમિમાં પહોંચી હશે તો એ મૅચ (ખાસ ભારતના ટીવી-દર્શકોને ધ્યાનમાં રાખીને) ગયાનામાં દિવસના રમાશે, કારણકે ત્યાંના ડે-ટાઇમ મુજબ ભારતમાં જીવંત પ્રસારણ રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. ખરાબ હવામાનને કારણે રમત વિલંબમાં મૂકાશે તો એ માટે વધારાના 250 મિનિટની સગવડ પણ મળશે.
પ્રથમ સેમિ ફાઇનલ 26મી જૂને ટ્રિનિદાદમાં રાત્રિ મૅચ હશે.
ફાઇનલ 29મી જૂને રમાશે અને એ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
ભારત 2007નો પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી એ ટ્રોફી ફરી નથી જીતી શક્યું.