ઇન્ટરનેશનલસ્પોર્ટસ

17 વર્ષનો ચીની બૅડ્મિન્ટન ખેલાડી રમતી વખતે હૃદયરોગના હુમલાનો થયો શિકાર

યોગ્યાકર્તા (ઇન્ડોનેશિયા): રમતગમતમાં હવે અગાઉ કરતાં સ્પર્ધાઓ વધુ રમાય છે, પરંતુ એની સાથે સ્પર્ધકો પણ ઘણા વધી ગયા છે એટલે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ પણ વધી ગઈ છે. આ સ્થિતિમાં પરિવાર, મિત્રો, સ્થાનિક વિસ્તાર તેમ જ સમગ્ર દેશ તરફથી બતાવાતી અપેક્ષાના પ્રચંડ પ્રેશરને કારણે ખેલાડી પર માનસિક દબાણ વધી જતું હોય છે. સફળ થવા માટે પ્લેયર પ્રૅક્ટિસ પૂરી કરવા ઊંઘ ઓછી કરે અને એમાં તેની શારીરિક સમસ્યાઓ વધતી જતી હોય છે. ખેલાડી મોટી ઉંમરનો હોય કે નાની વયનો, તેના દિલોદિમાગ પર જો પ્રેક્ષર આવી જાય અને તે સ્ટ્રેસ અનુભવે તો કંઈ પણ થઈ શકે.

આ પણ વાંચો: ક્રિકેટ રમતી વખતે હૃદયરોગના હુમલાથી ખેલાડીનું મૃત્યુ

રવિવારે ઇન્ડોનેશિયામાં આવું જ કંઈક બન્યું. ચીનનો 17 વર્ષનો બૅડ્મિન્ટન પ્લેયર હૃદયરોગના હુમલાને કારણે બૅડ્મિન્ટનની મૅચ રમતી વખતે જ ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.

ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં એશિયન જુનિયર ચૅમ્પિયનશિપની ચાલી રહી છે જેમાં આ કરુણ ઘટના બની હતી.
ઝાન્ગ ઝિન્જે નામના આ ખેલાડી પર હૃદયરોગનો હુમલો થતાં જ તે રમતી વખતે અચાનક નીચે પડ્યો હતો. પડતાં જ તે થોડી ક્ષણ સુધી તરફડ્યો હતો અને બેહોશ થઈ ગયો હતો. કદાચ ત્યારે જ તેણે અંતિમ શ્ર્વાસ લીધો હતો. તેને તાબડતોબ તબીબી સારવાર અપાઈ હતી અને પછી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: આહારથી હૃદયરોગનો બચાવ

તેને બીજી હૉસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો જ્યાંના ફરજ પરના ડૉક્ટરે કહ્યું, ‘ઝાન્ગને અહીં લાવવામાં આવ્યો ત્યારે જ તેના હૃદયના ધબકારા બંધ થઈ ચૂક્યા હતા.’

ઝાન્ગને તબીબી સારવાર અપાયા પછી લગભગ ત્રણ કલાકે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ચીનના બૅડ્મિન્ટન અસોસિયેશનના અધિકારીઓ ઇન્ડોનેશિયાના અધિકારીઓ સાથેના સંપર્કમાં જ છે. ઝાન્ગને સમયસર સારવાર મળી હતી કે કેમ એ વિશે તેઓ તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો