IPL 2024આપણું ગુજરાતસ્પોર્ટસ

શું આજે વર્લ્ડકપ જીતીને ટીમ ઈન્ડિયા જાળવી રાખશે છેલ્લાં ત્રણ વર્લ્ડકપની આ અનોખી પરંપરા?

અમદાવાદઃ જી હા, ક્રિકેટનો મહાકુંભ ગણાતા વર્લ્ડકપ-2023ની આજે ફાઈનલ મેચ છે. આ મેચ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા વર્સીસ ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવવા જઈ રહી છે.

દરમિયાન ક્રિકેટપ્રેમીઓમાં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા એટલે શું આજે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023ની ટ્રોફી પોતાના નામે કરવામાં સફળ થશે અને છેલ્લાં ત્રણ વર્લ્ડકપથી ચાલી આવેલી પરંપરા જાળવી રાખશે? આવો જોઈએ શું છે આ અનોખી પરંપરા…


આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે અને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપમાં આઠમી વખત જ્યારે ભારતીય ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ વખતે ટીમ ઈન્ડિયા અલગ જ પ્રકારના ફોર્મમાં રમી રહી છે અને અત્યાર સુધી રમાયેલી વર્લ્ડ કપની તમામ 10 મેચમાં જીત હાંસિલ કરી છે. જેની સામે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે 8 મેચમાં જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા વનડે વર્લ્ડકપમાં પાંચ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે જ્યારે ભારત બે વખત ચેમ્પિયન ચૂક્યું છે. પણ છેલ્લાં ત્રણ વર્લ્ડકપની વાત કરીએ તો હમેશાં યજમાન ટીમ જ ચેમ્પિયન બની છે.


આ વખતે ભારત વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે અને એટલે જ ક્રિકેટરસિયાઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ટીમ ઈન્ડિયા આ પરંપરા જાળવીને આજે ટાઇટલ પોતાના નામે કરશે? અને આ પરંપરાને જાળવી રાખશે? આજની આ મેચ માટે માત્ર ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા જ નહીં પણ દેશ-વિદેશમાં વસતા કરોડો ક્રિકેટપ્રેમીઓમાં રોમાંચક ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં વર્લ્ડકપ 2023ની હાઈ-વોલ્ટેજ મેચ માટે ક્રિકેટપ્રેમીઓનો જમાવડો લાગવાનું શરુ થઈ ગયું છે અને દેશ- વિદેશથી મળીને આશરે 50 હજારથી વધુ લોકો અમદાવાદ આવી પહોંચ્યા છે.

દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ICC વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો વિજય થાય એ માટે આજે સવારે જ ઉજ્જૈન ખાતે આવેલા મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી પણ કરવામાં આવી હતી.

દુનિયાના મહાન ક્રિકેટરમાં જેમની ગણતરી થાય છે અને લોકો જેમને ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખે છે એવા માસ્ટર સચિન તેંડુલકર પણ ફાઈનલ મેચ માટે અમદાવાદ ખાતે પહોંચી ગયા છે. એટલું જ નહીં પણ તેમણે ટીમ ઈંડિયાને જીત માટે શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે એવી આશા છે કે આજે આપણે જીતશું. દરેક વ્યક્તિ આ દિવસની રાહ જોઈ રહ્યો હતો.

Back to top button
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker