130 વર્ષ પહેલા રમાયેલી મેચમાં એક બોલ પર બન્યા હતા 286 રન…

આજથી આઈપીએલ- 2025 (IPL-2025) નો શુભારંભ થયો છે અને હવે આગામી એકાદ મહિનો ક્રિકેટના આ મહાકુંભમાં પસાર થઈ જશે ત્યારે આજે અમે અહીં તમારા માટે ક્રિકેટની દુનિયાના એક એવા ઐતિહાસિક રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં 1 બોલ પર 286 રન બન્યા હતા. વાંચીને ચોંકી ઉઠ્યા ને? સાંભળવામાં ભલે અશક્ય લાગતું હોય પણ આ હકીકત છે. આ મેચ 130 વર્ષ પહેલા રમાઈ હતી. ચાલો જોઈએ ક્યારે રમાઈ હતી આ મેચ અને કઈ રીતે એક બોલ પર 286 રન બન્યા હતા.
આ પણ વાંચો: ચાલો, આજની પ્રારંભિક મૅચ પહેલાં કેકેઆર-આરસીબીના અગાઉના આઠ રોમાંચક મુકાબલા યાદ કરી લઈએ…
અસંભવ લાગતી આ ઘટના હકીકતમાં બની હતી. 1894માં ક્રિકેટના મેદાનમાં આ આશ્ચર્યજનક ઘટના બની હતી અને આજે પણ આ ઘટનાને ક્રિકેટવર્લ્ડની ચમત્કારિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. આ મેચ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. જ્યારે એક મેચમાં એક બોલ પર ફોર કે સિક્સ માર્યા વિના બેટ્સમેને 286 રન બનાવ્યા હતા. આ મેચ ૧૫મી જાન્યુઆરી, ૧૮૯૪ના રોજ લંડન, ઈંગ્લેન્ડના બોનબરી ગ્રાઉન્ડ પર ટીમ વિક્ટોરિયા અને ટીમ સ્ક્રેચ ઈલેવન વચ્ચે રમાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એ સમયે ક્રિકેટના નિયમો આજ કરતાં એકદમ અલગ હતા. આજના ક્રિકેટના નિયમો પહેલાં કરતા ખૂબ જ અલગ છે. એ સમયમાં ક્રિકેટ મેચોમાં બોલરો અને બેટ્સમેન માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: IPL 2025: સલમાન ખાન આવશે ઓપનિંગ સેરેમનીમાં? જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ…
મીડિયા રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે એ સમયના ક્રિકેટના નિયમ અનુસાર જો બોલ કોઈ જગ્યાએ અટકી જતો હતો એ બોલ નો બોલ ગણાતો હતો અને બેટ્સમેનને વધારાના રન મળતા હતા. બોનબરીના મેદાન પર રમાયેલી આ મેચમાં વિક્ટોરિયા ટીમના બેટ્સમેને એવો શોટ માર્યો કે બોલ જઈ ઝાડ પર ફસાઈ ગયો હતો. આ કારણે બોલ સમયસર મેદાન પર ન આવી શક્યો નહીં અને અને વિક્ટોરિયા ટીમના ખેલાડીઓએ દોડીને એક જ બોલ પર 286 બનાવ્યા હતા.
રિપોર્ટ્સમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ફિલ્ડિંગ કરી રહેલી ટીમે ઝાડ પરથી બોલ પાછો લાવવા માટે ખૂબ જ મહેનત કરી, ઝાડ કાપી નાખવા સુધીની તૈયારીઓ કરી લીધી હતી. આ માટે મેદાન પર કુહાડી, બંદૂક બધું લાવવામાં આવ્યું હતું પરંતુ આખરે રાઈફલની મદદથી બોલને નીચે લાવવા આવ્યો હતો.
છે ને એકદમ ઈન્ટ્રસ્ટિંગ સ્ટોરી? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…