અશ્વિન તો 14મો છે, તેની પહેલાં આ 13 ભારતીય ક્રિકેટરે વર્ષ 2024માં નિવૃત્તિ લીધી!
મુંબઈઃ સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કે ક્રિકેટના અમુક ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવાની ભારતીય ક્રિકેટમાં જાણે મોસમ ચાલે છે. તમે નહીં, માનો પણ આ બાબતમાં જાણે બારે માસ જેવું છે. 2024ના વર્ષના 12 મહિનામાં (રવિચન્દ્રન અશ્વિન સહિત) ભારતમાં કુલ મળીને 14 ક્રિકેટરે રિટાયરમેન્ટ જાહેર કર્યું.
એમાં એક સમયના ભારતના ફાસ્ટેસ્ટ બોલર અને કલાકે 150-પ્લસની ઝડપે બૉલ ફેંકનાર વરુણ ઍરોનનો સમાવેશ છે. તે નિવૃત્તિ પછી ચેન્નઈના એમઆરએફ ફાન્ડેશનમાં ગ્લેન મૅકગ્રાનો સહાયક બનશે એવું એક અહેવાલમાં જણાવાયું હતું. નિવૃત્ત ખેલાડીઓની યાદીમાં દિનેશ કાર્તિકનો પણ સમાવેશ છે.
આ પણ વાંચો: અશ્વિનનું હોમ-સ્વીટ-હોમઃ ઘરઆંગણે સર્વશ્રેષ્ઠ વિજેતા અને હવે ઘરે પરિવાર પાસે પાછો આવી ગયો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) તો 2008ની સાલથી ચાલે છે, પરંતુ છેલ્લા થોડા મહિનાઓ દરમ્યાન અન્ય દેશોમાં ટી-20 લીગ ટૂર્નામેન્ટોનો રાફડો ફાટ્યો હોવાથી ક્રિકેટજગતમાં ઇન્ટરનૅશનલ ખેલાડીઓ નિવૃત્તિની વહેલી જાહેરાત કરી દે એવા બનાવો બનવા લાગ્યા છે.
મુંબઈમાં રહેતા જાણીતા સ્કોરર દીપક જોશીએ આપેલી માહિતી મુજબ 2024ની સાલમાં ભારતમાં કુલ 14 ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે જેની યાદી નીચે મુજબ છેઃ
(1) સૌરભ તિવારી (તમામ ફૉર્મેટમાંથી)
(2) વરુણ ઍરોન (તમામ ફૉર્મેટમાંથી)
(3) ફૈઝ ફઝલ (તમામ ફૉર્મેટમાંથી)
(4) મનોજ તિવારી (તમામ ફૉર્મેટમાંથી)
(5) દિનેશ કાર્તિક (તમામ ફૉર્મેટમાંથી)
(6) કેદાર જાધવ (તમામ ફૉર્મેટમાંથી)
(7) વિરાટ કોહલી (ટી-20 ઇન્ટરનૅશનલમાંથી)
(8) રોહિત શર્મા (ટી-20 ઇન્ટરનૅશનલમાંથી)
(9) રવીન્દ્ર જાડેજા (ટી-20 ઇન્ટરનૅશનલમાંથી)
(10) શિખર ધવન (તમામ ફૉર્મેટમાંથી)
(11) બરિન્દર શરન (તમામ ફૉર્મેટમાંથી)
(12) વૃદ્ધિમાન સાહા (તમામ ફૉર્મેટમાંથી)
(13) સિદ્ધાર્થ કૌલ (તમામ ફૉર્મેટમાંથી)
(14) રવિચન્દ્રન અશ્વિન (તમામ ફૉર્મેટમાંથી)